(Source: Poll of Polls)
5G Smartphone Under 15,000 : ઓછા બજેટમાં ખરીદી શકાય છે 5G ફોન, જાણો કયા કયા છે ઓપ્શન
5G Smartphone Under 15,000 : અમે તમને 15,000 રૂપિયાની રેન્જમાં આવતા 5G સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં તમને Itel, Poco, Vivo અને Realmeના 5G સ્માર્ટફોન વિશે માહિતી મળશે.
5G Smartphone Under 15,000 : જ્યારથી એરટેલ અને જિયોએ દેશમાં 5G સુવિધા શરૂ કરી છે ત્યારથી દેશમાં મર્યાદિત બજેટમાં 5G ફોનની માંગ વધી છે. અહીં અમે તમને 15,000 રૂપિયાની રેન્જમાં આવતા 5G સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં તમને Itel, Poco, Vivo અને Realmeના 5G સ્માર્ટફોન વિશે માહિતી મળશે. આવો જાણીએ આ 5G ફોન વિશે....
Itel P55 5G
Itel P55 5G ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,699 રૂપિયા છે. તે ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.6 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે જેનું પિક્સલ રિઝોલ્યુશન 1600 x 720 છે. તેનો રિફ્રેશ રેટ 90 Hz છે. તેમાં MediaTek ડાયમેન્શન 6080 SoC છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે.
POCO M6 Pro 5G
POCO M6 Pro 5G ફોનમાં Snapdragon 4 Gen 2 પ્રોસેસર છે, પાવર માટે ફોનમાં 5000mAh બેટરી છે. ઉપરાંત, આ ફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. Pocoનો આ ફોન 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
realme Narzo 60x 5g
realme Narzo 60X 5G ફોનમાં 5000mAh બેટરી છે, આ ફોન MediaTek Dimensity 610 પ્રોસેસર સાથે આવે છે. realme Narzo 60X 5Gમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે. જો તમે આ ફોન ખરીદવા માંગો છો તો તમે તેને માત્ર 12,999 રૂપિયામાં ખરીદી શકો છો.
vivo T2x
Vivo T2x ફોનની કિંમત 12,999 રૂપિયા છે, આ ફોનમાં MediaTek Dimensity 6020 ચિપસેટ છે અને આ ફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ Vivo ફોનમાં પાવર માટે 5000mAh બેટરી છે.