YouTube Ban: સરકારે 78 YouTube ન્યૂઝ ચેનલોનો બેન કરી દીધી, જાણો શું છે કારણ
ભારત સરકારે મંગળવારે (19 જુલાઇ 2022)એ એક મોટી કાર્યવાહી કરતા 78 યુટ્યૂબ ચેનલો અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ (Social Media Accounts)ને બ્લૉક કરી દીધા છે.
78 YT News Channel Block: ભારત સરકારે (Indian Government) મંગળવારે (19 જુલાઇ 2022)એ એક મોટી કાર્યવાહી કરતા 78 યુટ્યૂબ ચેનલો અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ (Social Media Accounts)ને બ્લૉક કરી દીધા છે. સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Singh Thakur) આની જાણકારી આપતા કહ્યું કે, આ યુટ્યૂબ ન્યૂઝ ચેનલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટને બંધ કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી આઇટી એક્ટ 2000 ની કલમ 69-અના ઉલ્લંઘનના આરોપમાં થઇ છે.
560 YouTube URL બેન -
સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Singh Thakur) અનુસાર સરકાર છેલ્લા બે વર્ષમાં 560 યુટ્યૂબ યુઆરએલ (YouTube URL)ને બંધ કરી ચૂકી છે. આંકડા બતાવે છે કે બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ન્યૂઝ ચેનલ પર વ્યૂઅર્સ સંખ્યા 68 કરોડથી પણ વધુ હતી.
લોકસભામાં થયો આ વાત પર ખુલાસો -
સૂચના પ્રસારણ મંત્રીએ મંગળવારે લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા આ મુદ્દાની જાણકારી આપી છે. ખરેખરમાં તામિલનાડુ (Tamilnadu)ના વિરુધનગરના કોંગ્રેસ સાંસદ મનિકમ ટેગોર બી (Manickam Tagore B) એ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી યુટ્યૂબ ન્યૂઝ ચેનલોની સંખ્યાની ડિટેલ્સ માંગી હતી.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ