શોધખોળ કરો
Advertisement
Airtel, Jio અને Vodafoneના આ છે 200 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ પ્રીપેડ પ્લાન
એરટેલના ત્રણ પ્લાન્સ હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 98, 149 અને 179 રૂપિયા છે.
નવી દિલ્હીઃ જો તમારું દર મહિનાનું બજેટ 200 રૂપિયા આસપાસ છે અને તમે એક સારા પ્રીપેડ પ્લાનની શોધમાં છો ચો અમે તમારા માટે એરટેલ, વોડા-આઈડિયા અને જિઓના ત્રણ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Airtel
એરટેલના ત્રણ પ્લાન્સ હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 98, 149 અને 179 રૂપિયા છે. જો વિસ્તારથી વાત કરીએ તો 98 રૂપિયાવાળા પ્લાનમાં 6 જીબી ડેટા મળે છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત એરટેલના 149 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે અને તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને 300 ફ્રી એસેમએસ પણ મળે છે. જ્યારે એરટેલના 179 રૂપિયાના પ્લાનમાં પણ પાછલા પ્લાન જેવા જ ફાયદા મળે છે. આ પ્લાનમાં 2 લાખ રૂપિયા સુધીનું લાઈફ ઇન્સ્યુરન્સ કવર પણ ઓફર કરવામાં આવે છે.
Reliance Jio
Jioની પાસે હાલમાં 200 રૂપિયાથી ઓછી કિંમતમાં અનેક પ્લાન્સ ઉપલબ્ધ છે. જિઓના 129 રૂપિયાવાળા પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં 1000 એફયૂપી મિનિટ અને 200 ફ્રી એસએમએસની સુવિધા મળે છે. ઉપરાંત જિઓના 199 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. ઉપરાંત કંપનીએ 149 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 1 જેબી ડેટા આપે છે અને બાકીના નેટવર્ક્સ માટે 300 એફયૂપી મિનિટ મળે છે.
Vodafone
વોડાફોને પણ પોતાના યૂઝર્સ માટે અનેક સારા પ્લાન્સ રજૂ કર્યા છે. વોડાફોનના 199 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 1 જીબી ડેટા મળે છે, ઉપરાંત તેમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 ફ્રી એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જ્યારે કંપનીના 129 રૂપિયાવાળા પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે અને તેની વેલિડિટી 24 દિવસનીછે. આ બન્ને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને કુલ 300 ફ્રી એસએમએસની ઓફર કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion