શોધખોળ કરો
Advertisement
એપલ નવો iPhone 12 ઓક્ટોબરમાં કરશે લૉન્ચ, આવા શાનદાર હશે ફિચર્સ, જાણો વિગતે
રિપોર્ટ છે કે આ વખતનુ લૉન્ચિંગ આગામી ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. રિપોર્ટ એવા પણ છે કે એપલ આ વખતે પોતાના નવા મૉડલમાં કેટલાક અપગ્રેડ સાથે માર્કેટમાં ઉતારશે
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ એપલ હવે થોડાક અઠવાડિયાની અંદર પોતાનો લેટેસ્ટ હેન્ડસેટ iPhone 12 લૉન્ચ કરી શકે છે. કંપનીએ આ અંગે સ્પષ્ટતા પહેલાથી જ કરી દીધી છે. રિપોર્ટ છે કે આ વખતનુ લૉન્ચિંગ આગામી ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. રિપોર્ટ એવા પણ છે કે એપલ આ વખતે પોતાના નવા મૉડલમાં કેટલાક અપગ્રેડ સાથે માર્કેટમાં ઉતારશે.
એપ્રિલમાં iPhone SE લૉન્ચ થયા બાદ આ બીજો iPhone લૉન્ચ થશે, છેલ્લા થોડાક મહિનામાં Appleએ મેકબુક, iPad અને iMac મૉડલને રિફ્રેશ થયુ છે, પરંતુ તમામની નજર આઇફોન 12ના લૉન્ચ પર ટકેલી છે, કેમકે આ વર્ષનો છેલ્લી મોટી લૉન્ચ ઇવેન્ટ છે. જેમાં નિશ્ચિત રીતે Pixel 5ને રાખવામાં આવ્યો છે. થોડાક અઠવાડિયામાં Appleએ iPhone 12 સીરીઝ લૉન્ચ કર્યા બાદ તમામ અફવાઓ અને લીક પર લગામ લાગી જશે. પરંતુ પહેલા આવો એક નજર નાંખીએ આઇફોન 12માં શું શું નવુ મળી શકવાની આશા છે.......
બે સસ્તાં મૉડલ થશે લૉન્ચ
એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
બે હાઇ એન્ડ આઇફોન થશે લૉન્ચ
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.
આઇફોન 12 મેડ ઇન ઇન્ડિયા હશે
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા એક રિપોર્ટ આવ્યો હતો, તે અનુસાર એપલ આઇફોન 12 લાઇન અપ ભારતમાં જ બનાવશે. કંપની આઇફોનના મેડ ઇન ઇન્ડિયા મૉડલ પોતાના બેગ્લુંરુના પ્લાન્ટમાં તૈયાર કરશે, અને આની સેલ આગામી વર્ષે શરૂ થશે. ભારતમાં ફોનના પ્રૉડક્શન થવાના કારણે નવા મૉડલ્સની કિંમતમાં પણ કમી આવી શકે છે.ભારતમાં આઇફોન 12નુ પ્રૉડક્શન ઓક્ટોબર, 2020થી શરૂ કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement