શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Apple iPhone 12 Mini વાપરનારાઓ થયા હેરાન, ફોનમાં આવી રહ્યો છે આ મોટો પ્રૉબ્લમ
આ યૂઝર્સની ફરિયાદ છે કે ફોનની લૉક સ્ક્રીનથી સ્વાઇપ અપ કરવા દરમિયાન કે કેમેરા ઓપન કરવા પર આનુ લૉક નથી ખુલી રહ્યું. કેટલાય યુઝર્સનુ ટચ પણ કામ નથી કરી રહ્યું
નવી દિલ્હીઃ ટેક કંપની એપલે આ વર્ષે પોતાની આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરી છે. આ સીરીઝમાં કંપનીએ આઇફોન 12 મિનીને પણ માર્કેટમાં ઉતાર્યો હતો. જોકે, હવે આ ફોનમાં કેટલાક પ્રૉબ્લમ્સ આવી રહ્યાં છે. આઇફોન 12 મિની વાપરનારાઓ કેટલીક વસ્તુઓને લઇને હેરાન થઇ રહ્યાં છે, અને આની ફરિયાદ કરી રહ્યાં છે.
આ યૂઝર્સની ફરિયાદ છે કે ફોનની લૉક સ્ક્રીનથી સ્વાઇપ અપ કરવા દરમિયાન કે કેમેરા ઓપન કરવા પર આનુ લૉક નથી ખુલી રહ્યું. કેટલાય યુઝર્સનુ ટચ પણ કામ નથી કરી રહ્યું.
સોશ્યલ મીડિયા પર યૂઝર્સ કરી રહ્યાં છે ફરિયાદ
આ સમસ્યાની ફરિયાદો યૂઝર્સ સોશ્યલ મીડિયા પર કરી રહ્યાં છે. વળી કેટલાય યૂઝર્સે કહ્યું કે લૉકસ્ક્રીનથી ડિવાઇસ અનલૉક થવાની સમસ્યા સ્ક્રીન પ્રૉટેક્ટર અને કેસ હટાવ્યા બાદ ઠીક થઇ રહી છે. જોકે મોબાઇલ કેસ હટાવવાથી આ પરેશાન દુર નથી થઇ રહી. તેમનુ કહેવુ સ્ક્રીન પ્રૉટેક્ટરના કારણે આવુ થઇ રહ્યું છે. વળી એપલ તરફથી આ સમસ્યાને લઇને કોઇ નિવેદન નથી આપવામાં આવ્યુ.
ચાર ગણો મજબૂત છે ગ્લાસ
એપલનો દાવો છે કે આઇફોન 12માં બીજા ડિવાઇસની સરખામણીમાં ચાર ગણો મજબૂત સેફાયર ગ્લાસ આપવામાં આવ્યો છે, છતાં કેટલાય યૂઝર્સ સ્ક્રીન ગાર્ડ્સ યૂઝ કરી રહ્યાં છે. વળી, એપલ આ વર્ષે પોતાના ફોનમાં મેગસેફ ચાર્જિંગ લઇને આવ્યુ છે અને મેગસેફ સપોર્ટ વાળા કેસ પણ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. કેસ કે સ્ક્રીનગાર્ડના કારણે આ પ્રૉબ્લમ આવવાનુ સંભવ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion