શોધખોળ કરો
Advertisement
એપલ પોતાનો આ લેટેસ્ટ iPhone હવે ભારતમાં બનાવશે, પહેલા આ ફોનને ક્યાં બનાવતી હતી કંપની, જાણો વિગતે
રિપોર્ટ્સ પ્રમાણે, આઇફોન 12 સીરીઝના ફોનનુ મેન્યૂફેક્ચરિંગ આ ત્રિમાસિકમાં શરૂ થઇ શકે છે. એપલના ડિવાઇસ માટે ભારત બીજુ સૌથી મોટુ પ્રૉડક્શન બેઝ બની શકે છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ હવે પોતાના નવા નવા લેટેસ્ટ ફોનના મેન્યૂફેક્ચરિંગમાં ફેરફાર કરી રહી છે. રિપોર્ટ છે કે એપલ હવે પોતાનું લેટેસ્ટ અને પૉપ્યૂલર મૉડલ આઇફોન 12 હવે ભારતમાં બનાવશે. દુનિયાના અન્ય દેશોની જેમ હવે એપલે પણ ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે.
એપલ પોતાના લેટેસ્ટ આઇફોન, આઇપેડ, મેકબુક સહિતની બીજી કેટલીય પ્રૉડક્ટ પહેલા ચીનમાં મેન્યૂફેક્ચર કરતુ હતુ, પરંતુ હવે આ પ્રૉડક્ટ્સને ચીનથી બહાર ભારતમાં ઉત્પાદિત કરાશે. રિપોર્ટ પ્રમાણે એપલ ભારતમાં પોતાનો પહેલો 5જી સ્માર્ટફોન સીરીઝ iPhone 12નુ પ્રૉડક્શન શરૂ કરી શકે છે.
વિયેતનામમાં બનશે આઇપેડ
રિપોર્ટનુ માનીએ તો આઇપેડનુ મેન્યૂફેક્ચરિંગ આ વર્ષે વિયેતનામમાં શરૂ થઇ શકે છે. આવુ પહેલીવાર બનશે જ્યારે એપલ પોતાના ડિવાઇસ ચીનથી બહાર બનાવશે. વિયેતનામ ઉપરાંત એપલ ભારતમાં આઇફોન્સનુ પ્રૉડક્શન વધારવાનુ પ્લાનિંગ કરી રહી છે.
રિપોર્ટ્સ પ્રમાણે, આઇફોન 12 સીરીઝના ફોનનુ મેન્યૂફેક્ચરિંગ આ ત્રિમાસિકમાં શરૂ થઇ શકે છે. એપલના ડિવાઇસ માટે ભારત બીજુ સૌથી મોટુ પ્રૉડક્શન બેઝ બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement