(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્ટરનેટ યૂઝર અને ગેમિંગના શોખીનો માટે આ પાંચ ફોન છે બેસ્ટ, સસ્તી કિંમતમાં મળે છે હેવી બેટરી ને ફિચર્સ, જાણો......
જો તમે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તેમાં પણ હેવી બેટરી અને લૉ બજેટમાં તો અહીં અમે તમને બેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છીએ, જે તમારી પહેલી પસંદ બની શકે છે.
Tech: ભારતીય માર્કેટમાં ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોનમાં હાઇટેક ફિચર્સ આવી રહ્યાં છે. આમાં સૌથી વધુ અને ધ્યાન ખેંચતુ જો કોઇ ફિચર્સ છે ફોનની બેટરી. કેમ કે આજકાલ મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરે છે, અને મોટાભાગના કામ ઇન્ટરનેટ મારફતે પોતાના ફોનમાથી જ પતાવે છે. આવામાં ફોનની બેટરી જેટલી દમદાર હશે તેટલુ ઇન્ટરનેટ વાપરવાની મજા રહે છે, અને ગેમિંગના શોખીનો માટે પણ સારુ રહે છે, પરંતુ ખાસ વાત છે કે હેવી બેટરી વાળા ફોનની ઇચ્છા રાખનારા ગ્રાહકો વધારે ઉંચી કિંમતના ફોન ખરીદી શકતા નથી. આવામાં જો તમે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તેમાં પણ હેવી બેટરી અને લૉ બજેટમાં તો અહીં અમે તમને બેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છીએ, જે તમારી પહેલી પસંદ બની શકે છે.
જાણો કયા ફોનમાં છે હેવી બેટરી અને ઓછી કિંમત............
Infinix Hot 10 Play: આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.82 ઇંચની ડિસ્પ્લે છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9499 રૂપિયા છે.
SAMSUNG Galaxy F22: આ સ્માર્ટફોનમાં 4 જીબીની રેમ સાથે 128 જીબીન ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.4 ઇંચની ડિસ્પ્લે છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની શરૂઆતી કિંમત 12999 રૂપિયા છે.
MOTOROLA G40 Fusion: આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.78 ઇંચની ડિસ્પ્લે છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામા આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 14,599 રૂપિયા છે.
REDMI 9 Power: આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.53 ઇંચની ડિસ્પ્લે છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAh ની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 11499 રૂપિયા છે.
SAMSUNG Galaxy F62: આ સ્માર્ટફોનમાં 6 જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAh ની બેટરી આપવામા આવી છે. રિલાયન્સ ડિજીટલ પર આની કિેંમત 23999 રૂપિયા છે.
Tecno POVA Neo: આ સ્માર્ટફોનમાં 6 જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.8 ઇંચની ડિસ્પ્લે છે. આમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. અમેઝોન પર આની કિંમત 12999 રૂપિયા છે.
આ પણ વાંચો........
યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો
IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત
Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત