Disney+Hotstar માટે જિઓથી લઇને એરટેલ, વૉડાફોન-આઇડિયાના આ પ્લાન છે બેસ્ટ, ડેટા સાથે મળે છે ફ્રી સબ્સક્રિપ્શન, જાણો
ખાસ વાત તો છે કે જિઓ ઉપરાંત એરટેલ અને વૉડાફોન-આઇડિયા પહેલાથી જ આ પેકની ઓફર પોતાના ગ્રાહકોને આપી રહી છે. જાણો કોનુ કયુ પેક છે બેસ્ટ.........
નવી દિલ્હીઃ આજકાલ ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ઇન્ટરનેટ ડેટા પેકની સાથે સાથે કેટલીક ખાસ સુવિધાઓ પણ આપતી રહી છે, આમાં મોટી સુવિધા છે ડિઝ્ની પ્લસ હૉટસ્ટર ફ્રી પેકની. રિલાયન્સ જિઓ (Reliance Jio)એ પોતાના ગ્રાહકો માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ (Disney+ Hotstar Premium) સબ્સક્રિપ્શનની સાથે બે નવા પ્લાન રજૂ કર્યા છે. આની કિંમત 1499 રૂપિયા અને 4199 રૂપિયા છે. આ પ્લાન્સમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી ઇન્ટરનેટ ડેટાની સાથે એસએમએસ અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. ખાસ વાત તો છે કે જિઓ ઉપરાંત એરટેલ અને વૉડાફોન-આઇડિયા પહેલાથી જ આ પેકની ઓફર પોતાના ગ્રાહકોને આપી રહી છે. જાણો કોનુ કયુ પેક છે બેસ્ટ.........
Disney+ Hotstar Premium માં શું છે ખાસ-
ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન દ્વારા યૂઝર્સને પોતાનો પસંદગીની કન્ટેન્ટ 4K રિઝૉલ્યૂશનમાં જોવાની સુવિધા મળે છે. ખાસ વાત છે કે તમે આ એકાઉન્ટને ઉપયોગ એકસાથે ચાર ડિવાઇસમાં કરી શકો છો. આ પ્લાનને જો તમે અલગથી લો છો તો આનો ચાર્જ 1,499 રૂપિયા છે. જોકે, જિઓ પ્લાનમાં તમને આ મફત મળશે.
જિઓનું 1,499 રૂપિયાનુ રિચાર્જ -
જિઓના 1,499 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. આ રીતે યૂઝર્સને કુલ 168 જીબી ડેટા મળી જશે. આમાં તમને 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
જિઓનુ 4,199 રૂપિયાનુ રિચાર્જ -
આ રીતે રિલાયન્સ જિઓના 4,199 રૂપિયાના પ્લાનમાં પણ મેક્સમિમ સુવિધાઓ 1,499 રૂપિયા વાળા પ્લાન જેવી જ છે. જોકે આમાં વધુ દિવસની વેલિડિટી અને વધુ ડેટા મળે છે. 4,199 રૂપિયાના પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 3GB ડેટા આપવામાં આવશે. આ રીતે યૂઝર્સને કુલ 1095 જીબી ડેટા મળી જશે. આ ઉપરાંત 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
એરટેલ અને વૉડાફોન-આડિયાના પ્લાન-
Airtelનો 2999 રૂપિયા વાળા પ્લાન -
એરટેલનો ₹2999નો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, અને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર મેમ્બરશીપ ઓફર કરે છે. આમાં દરરોજ 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ ઉપરાંત પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિન્ક મ્યૂઝિક મેમ્બરશીપ મળશે.
Viનો 1449 રૂપિયાનો પ્લાન -
જિઓની જેમ Vodafone-Ideaની પાસે 1,449 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. આમાં 180 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. સાથે જ બિન્ઝ ઓલ નાઇટ, ડેટા રોલઓવર અને Vi Movies and TV નુ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં Disney + Hotstar નથી આપવામાં આવતુ.