શોધખોળ કરો
Advertisement
વૉટ્સએપ પણ કયો વ્યક્તિ કોની સાથે કરી રહ્યો છે વધુ ચેટિંગ, આ આસાન ટ્રિકથી જાણો એક મિનીટમાં
અમે અહીં તમને એક ખાસ ફિચર દ્વારા આ સમજાવી રહ્યાં છીએ, જેનાથી તમે જાણી શકો છો કે કોણે કોની સાથે કર્યુ છે સૌથી વધુ વૉટ્સએપ ચેટિંગ...
નવી દિલ્હીઃ વૉટ્સએપ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન બની ગઇ છે, દિવસે દિવસે તેના પર યૂઝર્સ પણ વધી રહ્યાં છે. લોકો પોતાની વાત હવે વૉટ્સએપ પર ચેટિંગ કરે છે, કેમકે વૉટ્સએપ કૉમ્યૂનિકેશનનુ મુખ્ય સાધન બની ગયુ છે. પણ શું તમે જાણો છો વૉટ્સએપ પર તમે કોણી સાથે સૌથી વધુ વાત કરી રહ્યાં છો? નહીં ને. અમે અહીં તમને એક ખાસ ફિચર દ્વારા આ સમજાવી રહ્યાં છીએ, જેનાથી તમે જાણી શકો છો કે કોણે કોની સાથે કર્યુ છે સૌથી વધુ વૉટ્સએપ ચેટિંગ...
* વૉટ્સએપ ટ્રિક્સ
આ પાંચ પૉઇન્ટથી જાણો કોણી સાથે થયુ છે સૌથી વધુ ચેટિંગ
સૌથી પહેલા પોતાનુ વૉટ્સએપ ઓપન કરો, અને સેટિંગમાં જાઓ. સેટિંગને ઓપન કરતાં જ તમારી સામે કેટલાક ઓપ્શન દેખાશે. તમારે Data and storage usage ના ઓપ્શનને ટેપ કરવાનુ છે.
આ પછી તમારે સ્ટૉરેજ યૂઝેસ (storage usage) નો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો.
સ્ટેરેજ યૂઝેસ પર ટેપ કરવાથી તમને એક લાંબુ લિસ્ટ દેખાશે, જેમાં લખ્યુ હશે કે વૉટ્સએપના કયા યૂઝરે કેટલી સ્ટૉરેજ સ્પેસ લઇને રાખી છે.
આ ઓપ્શન પહોંચ્યા બાદ કોઇપણ કૉન્ટેક્ટ પર ટેપ કરીને એ જાણી શકાય છે કે, તમે એકબીજા સાથે કેટલા મેસેજ, ફોટો, વીડિયો શેર કર્યા છે.
તમે સ્પેસને ફ્રી પણ કરી શકો છો, સૌથી છેલ્લે નીચે તમને Free up Spaceનો ઓપ્શન દેખાશે. જેવુ તમે આના પર ક્લિક કરશો, જે વસ્તુને તમે ડિલીટ કરવા ઇચ્છો છો, તેને સિલેક્ટ કરીને દુર કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion