શોધખોળ કરો

શું હવે માણસોની જરુરિયાત ખતમ થઈ જશે? કર્મચારીઓની જગ્યાએ AI ને વધુ મહત્વ આપી રહી છે કંપનીઓ

AI Impact On Workforce: કંપનીઓ હવે તેમના કર્મચારીઓ કરતાં AI માં વધુ મૂડી રોકાણ કરવા માંગે છે. મોટાભાગની કંપનીઓ જણાવે છે કે તેઓ AI માં રોકાણ કરવા માટે તેમના કાર્યબળને ઘટાડવા માટે તૈયાર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 90% કંપનીઓ ખર્ચ ઘટાડવા AI લાવવા તૈયાર છે.
  • કર્મચારીઓ કરતાં AI માં રોકાણ વધુ મહત્વપૂર્ણ.
  • એમેઝોન 16,000 કર્મચારીઓને કાઢી AI પર રોકાણ કર્યું.

AI Impact On Workforce: ભલે કંપનીઓ ખુલીને આ વાત નથી કહી રહી, પરંતુ તક મળવા પર તેઓ પોતાના કર્મચારીઓને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી રિપ્લેસ કરવા માટે તૈયાર બેઠી છે. એક સ્ટડીમાં 10 માંથી 9 કંપનીઓએ કહ્યું કે પ્રોડક્ટિવિટી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે તેઓ કર્મચારીઓની જગ્યાએ AI લાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે એમેઝોન સહિત ઘણી કંપનીઓએ આવું કરવાનું શરૂ પણ કરી દીધું છે અને છેલ્લા કેટલાક મહિનામાં મોટી સંખ્યામાં લોકોએ AI ને કારણે પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે.

કર્મચારીઓને બદલે AI પર પૈસા લગાવવા માંગે છે કંપનીઓ

અમેરિકામાં થયેલા આ સ્ટડીમાં લગભગ 90 ટકા કંપનીઓએ કહ્યું કે જો કર્મચારીઓના જવાથી તેમને AI પર વધુ પૈસા લગાવવાની તક મળે છે, તો તેઓ તેનાથી ખુશ છે. આટલી જ સંખ્યામાં કંપનીઓનું એવું પણ કહેવું છે કે હવે AI વધુ કામ કરી શકે છે અને તેને જોતા તેઓ પોતાની વર્કફોર્સ (કર્મચારીઓની સંખ્યા) ઘટાડવા તૈયાર છે. કંપનીઓ એ પણ જાણે છે કે હવે હાયરિંગ (નવી ભરતી) નથી થઈ રહી અને આવા નિર્ણયો લેવા પર તેમને વિરોધનો સામનો પણ કરવો નહીં પડે. સ્ટડીમાં ભાગ લેનારા ઘણા સિનિયર બિઝનેસ લીડર્સનું કહેવું છે કે હવે કર્મચારીઓના સંતોષ કરતા AI પર રોકાણ કરવું વધુ મહત્વપૂર્ણ છે.             

એમેઝોન છે તેનું એક ઉદાહરણ

સ્ટડીમાં જોવા મળેલા ટ્રેન્ડને એમેઝોનના ઉદાહરણથી સમજી શકાય છે. કંપનીએ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 16,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીનું કહેવું છે કે ડિસિઝન-મેકિંગ (નિર્ણય લેવાની પ્રક્રિયા) ને સરળ બનાવવા અને ટીમોને નાની કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એમેઝોન AI પર ભારે રોકાણ કરી રહી છે અને તેને તેનાથી ભારે નફાનો અંદાજ છે. AI ની મદદથી કંપની પોતાનું વાર્ષિક રેવન્યુ 55 લાખ કરોડ રૂપિયા પર લઈ જવા માંગે છે. નોંધનિય છે કે, જ્યારથી એઆઈનું આગમન થયું છે ત્યારથી જ નિષ્ણાતો કહી રહ્યા છે કે એઆઈથી મોટા ભાગના સેક્ટરમાં નોકરીઓ જશે અને હવે તેની અસર દેખાવા પણ લાગી છે.                 

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
Embed widget