શોધખોળ કરો
Advertisement
વૉટ્સએપ પર આવે આવો મેસેજ તો ભૂલથી પણ ના કરતાં ક્લિક, જાણો શું છે મામલો
આ મેસેજમાં એક લિંક તમને શેર કરવામાં આવશે, જેમાં તમારે લિંક પર ક્લિક કરવાનુ કહેવામાં આવશે. મેસેજમાં બતાવવામાં આવ્યુ છે કે તમને કોરોના મહામારીના કારણે રાહત ફંડ આપવામાં આવી રહ્યું છે
નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે આજકાલ દેશમાં એક વૉટ્સએપ મેસેજ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં એક લિંક તમને શેર કરવામાં આવશે, જેમાં તમારે લિંક પર ક્લિક કરવાનુ કહેવામાં આવશે. મેસેજમાં બતાવવામાં આવ્યુ છે કે તમને કોરોના મહામારીના કારણે રાહત ફંડ આપવામાં આવી રહ્યું છે.
જો તમારે આવો કોઇ મેસેજ આવો તે સાવધાન રહેવાની જરૂર છે, સરકાર તરફથી તમામ યૂઝર્સને સાવધાન રહેવુ કહેવામાં આવી રહ્યું છે, કેમકે આ ફેક મેસેજ છે. ખરેખરમાં આ ફેક મેસેજને જે હેકર્સ દ્વારા સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે. હેકર્સ આનો ફાયદો ઉઠાવીને તમને જાળમાં ફસાવવાની કોશિશ કરી રહ્યો છે. તમારે આવા કોઇપણ મેસેજમાં ક્લિક કરવાથી દુર રહેવુ જોઇએ. સરકાર સમય સમય પર યૂઝર્સને એલર્ટ કરતી રહે છે.
સરકારે જાહેર કર્યુ એલર્ટ
ખરેખરમાં સરકાર તરફથી PIB Fact Check ના ટ્વીટર હેન્ડલ પરથી આના વિશે માહિતી આપવામાં આવી છે. આ ટ્વીટમાં આવા કોઇપણ મેસેજને એકદમ ખોટા ગણાવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છેકે કૉવિડ -19ને લઇને આવુ કોઇ ફંડ જાહેર નથી કરાયુ. આવામાં યૂઝર્સે એલર્ટ રહેવાની જરૂર છે. ટ્વીટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે આવા મેસેજથી દુર રહો અને આને ફોરવર્ડ પણ ના કરશો, આની સાથે સાથે લિંક પર ક્લિક પણ ના કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. આ પ્રકારના મેસેજ તમારા ફોનને હેક કરી શકે છે, અથવા તો ડેટાની ચોરી પણ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement