દોસ્તોને વૉટ્સએપ પર આકર્ષક મેસેજ મોકલવા જાતે જ બનાવો GIF ફાઇલ, આ છે આસાન ટ્રિક્સ
GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો.
![દોસ્તોને વૉટ્સએપ પર આકર્ષક મેસેજ મોકલવા જાતે જ બનાવો GIF ફાઇલ, આ છે આસાન ટ્રિક્સ Everyone can make GIF in own WhatsApp for messages to friends, read easy tricks દોસ્તોને વૉટ્સએપ પર આકર્ષક મેસેજ મોકલવા જાતે જ બનાવો GIF ફાઇલ, આ છે આસાન ટ્રિક્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/19/eee2d0ae29371b6c695180e6a6d05176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સોશિયલ સાઇટ વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી GIF મેસેજ મોકલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જે સ્ટીકર્સ અને ઇમોજીની જેમ ચેટિંગ દરમિયાન એક્સપ્રેશનને સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. હાલ વોટ્સએપમાં ઈન બિલ્ટ GIF ફાઇલ્સ આવે છે પરંતુ જો તમે પર્સનાઇઝ્ડ GIF બનાવવા માંગતા હો તો વોટ્સએપમાં આ સુવિધા મળે છે. આ ફીચરની મદદથી તમે કોઇપણ વીડિયોને ટ્રીમ કરીને GIF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છે.
આ રીતે બનાવો GIF -
GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો.
- વોટ્સએપમાં જઈને કોઈપણ ચેટ વિન્ડોને ઓપન કરો.
- જે બાદ એટેચમેંટ આઈકન પર પ્રેસ કરો અને ગેલેરીમાં જઈ તમે જે વીડિયોને GIFમાં કન્વર્ટ કરતા માંગતા હો તો સિલેક્ટ કરો.
- આમ કર્યા બાદ તમે વીડિયો ટ્રીમ કરવાની સાથે ટેકસ્ટ અને ઈમોજી એડ કરવાનો વિકલ્પ પણ મળશે.
- ટ્રિમ બારને સ્લાઈડ કરી તમે જે પ્રમાણે GIF બનાવવા માંગતા હો તે પ્રમાણે ટ્રિમ કરો.
ક્યાં સેવ થાય છે GIF GIF બનાવવી ઘણી સરળ છે. નાના વીડિયોના સારા GIF બને છે. જે GIF તમે શેર કરો છો તે ફોનની ઈન્ટનલ મેમરીમાં સેવ થાય છે. તમે GIFને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટને ફોટો, વીડિયો કે મેસેજની જેમ ફોરવર્ડ પણ કરી શકો છો.
આ પણ વાંચો........
યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો
IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત
Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)