300 થી વધુ શહેરોમાં 50 લાખ સુધીની લોન આપે છે ફેસબુક, આ રીતે કરો એપ્લાય
જો તમે કોઇ સ્મોલ બિઝનેસ કરો છો તમે ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખૂબ મોટો કરી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે કોઇ સ્મોલ બિઝનેસ કરો છો તમે ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખૂબ મોટો કરી શકો છો. હવે ફેસબુક તમને 50 લાખ રૂપિયા સુધીની લોન પણ આપી શકે છે અને આ લોન તે દેશના 300થી વધુ શહેરોમાં ઉપલબ્ધ કરાવે છે.
સ્મોલ બિઝનેસને વધારવા માટે ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરો. આ માટે તેણે એક સ્મોલ બિઝનેસ લોન ઇનિશિએટિવ શરૂ કર્યું છે. ફેસબુકની માલિક કંપની Meta અથવા ફેસબુક પોતાની રીતે આ લોન નાના વ્યાપારીઓને આપતું નથી પરંતુ આ માટે તેણે Indifi સાથે પાર્ટનરશીપ કરી છે.
ફેસબુકે આ લોન માટે બે સિમ્પલ શરતો રાખી છે. પ્રથમ એ કે આ લોન માટે એપ્લાય કરનાર વ્યક્તિનો બિઝનેસ તેના સર્વિસ નેટવર્કવાળા ભારતીય શહેરમાં હોવો જોઇએ. કંપનીએ પ્રથમ ભારતના 200 શહેરોમાં આ સર્વિસ શરૂ કરી હતી પરંતુ હવે તે 329 શહેરોમાં આપે છે.
બીજી શરત એ છે કે તમે Meta અથવા ફેસબુક સાથે જોડાયેલી કોઇ પણ એપ પર ઓછામાં ઓછા છેલ્લા છ મહિનાથી જોડાયેલા હોય અને પોતાના બિઝનેસની જાહેરખબરો કરી રહ્યા હોય. તે સિવાય કેટલીક શરતો ઇન્ડિફિની છે. આ માટે તમે Facebook Small Business Loans Initiativeના પેજ પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકો છો.
હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો
New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે
Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે