હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો
અપડેટ બાદ કેટલાય બીજા નવા ફિચર્સ જોડાઇ ગયા છે, અને આ ફિચર્સને તમે બહુજ આસાનીથી યૂઝ કરી શકશો. જાણો શું છે યુ્ટ્યૂબના નવા ફિચર્સ.............
Youtube Mobile App New Update : જો તમે મોબાઇલ (Mobile) પર યુ્ટ્યૂબ (Youtube) જુઓ છો, તો તમારા માટે એક સારી ખબર સામે આવી છે. હવે સ્માર્ટફોન (Smartphone) પર યુ્ટ્યૂબ (Youtube) જોવુ વધુ સુવિધાજનક થઇ જશે. ખરેખરમાં, ગૂગલે યુ્ટ્યૂબની મોબાઇલ એપ (Youtube App)ને અપડેટ કરી દીધી છે. અપડેટ બાદ કેટલાય બીજા નવા ફિચર્સ જોડાઇ ગયા છે, અને આ ફિચર્સને તમે બહુજ આસાનીથી યૂઝ કરી શકશો. જાણો શું છે યુ્ટ્યૂબના નવા ફિચર્સ.............
નવા અપડેટમાં જોડાઇ આ વસ્તુઓ-
નવા અપડેટ બાદ વીડિયો (Video) જોતા જોતા તમે બીજા કોઇ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. હવે કોઇ વીડિયોને ફૂલ સ્ક્રીન પર જોવા દરમિયાન તમે તેને પૉઝ (Pause) કરશો કે પછી ક્યાંય પણ ટેપ કરશો તો નીચે ડાબી બાજુ તમને કૉમેન્ટ, લાઇક (Like), ડિસલાઇક (Dislike) જેવા ઓપ્શન મળશે. વળી, નીચે જમણી બાજુ તમને શેર (Share), સેવ ટુ પ્લેલિસ્ટ (Save to playlist) અને મૉર વીડિયો (More Video)નો ઓપ્શન દેખાશે. તમે વીડિયો ફૂલ સ્ક્રીન પર રાખીને પણ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકશો. જ્યારે પહેલા આ ઓપ્શન ન હતો મળતો. તમારે આનો યૂઝ કરવા માટે ફૂલ સ્ક્રીન પરથી હટવુ પડતુ હતુ.
વીડિયો જોતા જોતા વાંચી શકશો કૉમેન્ટ-
નવા અપડેટ (Youtube New Update)ની વધુ એક ખાસ વાત એ છે કે, આમાં વીડિયો જોવા દરમિયાન જ કૉમેન્ટ ટેબ પણ ખોલીને વાંચી શકો છો. અહીં તમને લેન્ડસ્કેપ મૉડની નીચે જમણી બાજુ આનો ઓપ્શન મળશે. પહેલ કૉમેન્ટ જોવા માટે તમારે પોટ્રૉટ મૉડમાં જવુ પડતુ હતુ, આ નવા અપડેટને હજુ પુરેપુરી રીતે રિલીઝ નથી કરવામાં આવ્યુ. રિપોર્ટ અનુસાર, આગામી 1 કે 2 અઠવાડિયામાં આને તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે