શોધખોળ કરો

Facebook Layoffs: હવે Metaના કર્મચારીઓ પર લટકી તલવાર, આ સપ્તાહમાં શરૂ થશે કંપનીમાં છટણીઃ રિપોર્ટ

સોશિયલ મીડિયા ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે.

Facebook Layoffs:  સોશિયલ મીડિયા ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. માર્ક ઝુકરબર્ગની કંપનીનો દાવો છે કે ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓની છટણી આ સપ્તાહથી શરૂ થશે. આ પહેલા એલન મસ્કે ટ્વિટર કંપનીમાં કામ કરતા કર્મચારીઓની છટણી પણ શરૂ કરી દીધી છે.

આ બુધવારથી મેટામાં છટણી શરૂ થશે

વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, મેટા આ બુધવાર એટલે કે 9 નવેમ્બરથી કંપનીમાં મોટાપાયે છટણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ છટણીની અસર કંપનીના હજારો કર્મચારીઓ પર પડશે. આટલા મોટા પાયે છટણીનો નિર્ણય મેટાના ઇતિહાસમાં પ્રથમ વખત લેવાશે. સપ્ટેમ્બરના અંતમાં કંપનીએ માહિતી આપી હતી કે મેટામાં કુલ 87,000 કર્મચારીઓ કામ કરે છે.

આ વર્ષે મેટા શેર્સમાં ભારે ઘટાડો થયો છે

મેટાના શેરમાં આ વર્ષે ભારે ઘટાડો જોવા મળ્યો છે અને તેના શેરમાં કુલ 73 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના શેર યુએસ બજારોના S&P 500 ઇન્ડેક્સનો સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સ્ટોક બની ગયો છે. મેટાના શેરનું મૂલ્ય આ વર્ષે લગભગ $67 બિલિયન ઘટી ગયું છે, જેણે કંપનીને મોટો ફટકો આપ્યો છે.

હજારો કર્મચારીઓની રોજગારી જશે

જોકે વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કંપનીએ તેના પ્રશ્નો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ છટણી મોટા પાયે થશે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાની યોજના બની ગઇ છે.

આ નિર્ણય મેટામાં શા માટે લેવામાં આવ્યો છે?

મેટા હાલમાં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથની ચિંતાઓ, TikTok થી વધતી સ્પર્ધા, Apple ની પ્રાઇવેસીની નીતિમાં ફેરફાર, Metaverse પર ભારે ખર્ચ અને તેના વ્યવસાયને અસર કરતી નિયમનકારી ચિંતાઓ સાથે ઝઝૂમી રહી છે. તેના કારણે કંપનીના ત્રિમાસિક પરિણામો પર પણ અસર પડી છે અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ નબળા પરિણામો આવવાની ધારણા છે.

માર્ક ઝુકરબર્ગે પહેલાથી જ છટણીનો સંકેત આપ્યો હતો

મેટાવર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગે પહેલેથી જ કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે મેટાવર્સમાં કરેલા રોકાણનું વળતર મેળવવા માટે તેને એક દાયકા અથવા લગભગ 10 વર્ષનો સમય લાગશે. ત્યાં સુધી તેમને હાયરિંગ રોકવા, નવા પ્રોજેક્ટ રોકવા અને ખર્ચ ઘટાડવા માટે ટીમો ઓળખવાની જરૂર પડશે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget