Google: સરકાર સામે ઝૂક્યુ Google, કંપનીએ અનેક પોલિસીમાં કર્યા ફેરફાર
કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. એક બ્લોગમાં કંપનીએ કહ્યું કે તે દેશના સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે છે
ગૂગલે Android OS અને પ્લે સ્ટોર બિલિંગ સિસ્ટમમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફારો ભારતમાં કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ગૂગલને દંડ ફટકાર્યો હતો. હવે કંપની પેનલ્ટી બાદ ઘણા ફેરફાર કરી રહી છે.
કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. એક બ્લોગમાં કંપનીએ કહ્યું કે તે દેશના સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે છે. આ માટે તે સતત પ્રતિબદ્ધ છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે એન્ડ્રોઇડ અને પ્લે અંગે CCIની સૂચનાઓને કારણે ભારતમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
બ્લોગ પોસ્ટમાં કંપનીએ આ ફેરફારો વિશે માહિતી આપી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે CCIના કેટલાક નિર્ણયોના સંદર્ભમાં અપીલ કરવાનું ચાલુ રાખશે. આ સિવાય તે યુઝર્સની પ્રાઈવસી માટે પણ સતત પ્રતિબદ્ધ છે.
કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફોનમાં ગૂગલની એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા માટે OEM અથવા મોબાઇલ કંપનીઓએ લાયસન્સ લેવું પડશે. પહેલા ગૂગલની એપ્સ એન્ડ્રોઇડ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોય છે. આ ઉપરાંત, ભારતીય એન્ડ્રોઇડ મોબાઇલ વપરાશકર્તાઓ તેમના ફોન અથવા ટેબલેટમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન પણ પસંદ કરી શકે છે.
અત્યારે ગૂગલને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે આપવામાં આવ્યું છે. આ કારણે અન્ય સર્ચ એન્જિન કંપનીઓ પાછળ રહી જાય છે. હાલમાં, ડિફોલ્ટ સર્ચ એન્જિન Google રહે છે. આ સિવાય ગૂગલ પ્લે-સ્ટોર પર એપ બિલિંગ માટે થર્ડ પાર્ટી પેમેન્ટ મોડનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આ ફેરફારો 26 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે.
જો તે આદેશનું પાલન નહી કરે તો શું થયું હોત?
જો Google CCIના આદેશનું પાલન નહીં કરે તો આવનારા સમયમાં તેના પર વધુ દંડ ફટકારવામાં આવશે. અગાઉ, કંપનીને અનુચિત લાભ લેવા બદલ રૂ. 1,337.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે કંપની કોર્ટમાં પણ ગઈ હતી પરંતુ તેને કોઈ રાહત મળી શકી ન હતી.
Tech News : ભારતની કમાલ, હવે વિદેશી Android-iOSને કહો બાય બાય ને અપનાવો સ્વદેશી BharOS
BharOS: હવે ભારત પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે. IIT મદ્રાસે તાજેતરમાં BharOS નામની નવી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, BharOSને સુરક્ષિત અને ખાનગી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી છે. તે AOSP આધારિત ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, BharOS ભારતના 100 કરોડ મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ હાલ વિદેશી કંપનીઓના Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સાંભળ્યા બાદ સૌકોઈના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે શું BharOS ગૂગલના એન્ડ્રોઈડ કે આઈઓએસનો વિકલ્પ બની શકે છે? આટલું જ નહીં, તેને લગતા બીજા ઘણા પ્રશ્નો મનમાં ઉદભવે છે. અહીં અમે આવા તમામ પ્રશ્નોના જવાબ આપીશું