શોધખોળ કરો

RO Filter Change: RO ના ફિલ્ટરને કેટલા દિવસે બદલવું જોઈએ? મોટાભાગે લોકો કરે છે આ ભૂલ 

વોટર  પ્યૂરીફાયરનું  એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણીની ગુણવત્તા સુધારવા વોટર પ્યુરિફાયર આવશ્યક છે.
  • પીવાના પાણીમાં TDS નું સ્તર 50-120 mg/L હોવું જોઈએ.
  • ખારું પાણી કે ધીમી ગતિ ફિલ્ટર ખરાબી સૂચવે છે.
  • ફિલ્ટર દર 6-12 મહિને, RO મેમ્બ્રેન 3 વર્ષે બદલો.

RO Filter: બધા જાણે છે કે પાણી જીવન છે. જોકે આપણા સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. છતાં ભારતના ઘણા વિસ્તારોમાં લાખો લોકો હજુ પણ અશુદ્ધ પાણી પીવાથી મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં લોકો વોટર પ્યૂરીફાયરનો વ્યાપક ઉપયોગ કરે છે. એટલું જ નહી લોકો તેની સર્વિસને લઈ ઘણી વખત નજરઅંદાજ પણ કરે છે.  જ્યારે મશીન સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે જ ફિલ્ટર બદલતા હોય છે.

પાણીમાં TDS લેવલ ચેક કરો 

એ વાત તો બધા જાણે છે કે વોટર  પ્યૂરીફાયરનું  એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. વધુ હોવા પર તે સ્વાસ્થ્ય માટે  જીવલેણ હોઈ શકે છે.

ખરાબ ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?

નોંધ કરો કે જો પાણી પીતી વખતે કડવું અથવા ખારું લાગે છે તો એવું માની લેવું સલામત છે કે તમારુ વોટર પ્યૂરીફાયર સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. વધુમાં, જો વોટર પ્યૂરીફાયરની  ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગતો હોય તો આ પણ ફિલ્ટર ખરાબનો સ્પષ્ટ સંકેત છે.

પ્યુરિફાયર ફિલ્ટર કેવી રીતે બદલવું

હંમેશા યાદ રાખો કે વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર છ કે એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જવું જોઈએ. વધુમાં, પ્યુરિફાયરમાં રહેલું RO મેમરન  ફક્ત ત્રણ વર્ષ સુધી ચાલે છે. જો કે, પાણીની ગુણવત્તા અને ઉપયોગના આધારે તમે નિયત તારીખ પહેલાં તમારા વોટર પ્યુરિફાયરની સરળતાથી લાયક ટેકનિશિયન દ્વારા તપાસ કરાવી શકો છો. 

આ પણ વાંચો- Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત

RO સાથે UV (અલ્ટ્રાવાયોલેટ) અને UF (અલ્ટ્રા ફિલ્ટરેશન) ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. પાણીની દુર્ગંધ અને ખરાબ સ્વાદ દૂર કરે છે. RO પાણીમાંથી TDS નું પ્રમાણ ઘટાડીને પાણીને પીવાલાયક બનાવે છે. વોટર પ્યુરીફાયર પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષાર (TDS), બેક્ટેરિયા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે.  તમારા વિસ્તારના પાણીનો ટીડીએસ (TDS) ઊંચો હોય તો તેને નિયંત્રિત કરીને પાણીને પીવાલાયક બનાવે છે. 

Frequently Asked Questions

પાણીના TDS નું યોગ્ય સ્તર કેટલું હોવું જોઈએ?

આરોગ્ય ધોરણો મુજબ, પીવાના પાણીમાં TDS નું સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. આનાથી વધુ TDS સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

ખરાબ વોટર પ્યુરિફાયર ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?

જો પાણી પીતી વખતે કડવું કે ખારું લાગે, અથવા પ્યુરિફાયરની ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગે, તો તે ફિલ્ટર ખરાબ હોવાનો સંકેત છે.

વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર કેટલા સમયે બદલવું જોઈએ?

સામાન્ય રીતે, વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર દર છ કે એક વર્ષે બદલવું જોઈએ. RO મેમ્બ્રેન ત્રણ વર્ષ સુધી ચાલે છે.

RO, UV અને UF ટેકનોલોજી શું કાર્ય કરે છે?

RO પાણીમાંથી TDS ઘટાડે છે, જ્યારે UV અને UF ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે અને પાણીની દુર્ગંધ તથા ખરાબ સ્વાદ દૂર કરે છે.

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget