(Source: ECI/ABP News/ABP Majha)
Google Photos માં વીડિયો અને ફોટોને આવી રીતે કરી શકો છો 'Lock', કોઇ નહી જોઇ શકે
Google Photos ની લૉક ફોલ્ડર સુવિધા પાસવર્ડથી સુરક્ષિત છે
Tips And Tricks: Google Photos એ Android ની સત્તાવાર ગેલેરી એપ છે. તે યુઝર્સને ઘણી સુવિધાઓ આપે છે. આ એપ હેઠળ યુઝર્સ ક્લાઉડ પર ફોટો એડિટ, જોઈ અને બેકઅપ લઈ શકે છે. આ સિવાય ગૂગલે તેના તાજેતરના અપડેટમાં ઘણા ખાસ ફીચર્સ પણ ઉમેર્યા છે. વાસ્તવમાં તેમાં એક પ્રાઈવસી વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે, જે Locked Folders છે. તેની સાથે પ્રાઇવેટ ફોટોને છૂપાવી શકાય છે.
જો તમે પણ તમારા ફોટા અથવા વીડિયોની સુરક્ષાને લઈને ચિંતિત છો, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે લૉક કરેલા ફોલ્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમે તમારા અંગત ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખી શકો.
Google Photos ની લૉક ફોલ્ડર સુવિધા પાસવર્ડથી સુરક્ષિત છે અને ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખે છે. તે સાચવેલી ફાઇલોને સુરક્ષિત રાખવા માટે તમારા ડિવાઇસના સ્ક્રીન લૉક પાસવર્ડનો ઉપયોગ કરે છે.
સ્ટેપઃ1- તમારા ફોન પર Google Photos એપ્લિકેશન ઓપન કરો.
સ્ટેપઃ2- તમારા ડિવાઇસના નીચેની તરફ જમણા ખૂણામાં ઉપલબ્ધ 'લાઇબ્રેરી' ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપઃ3- ‘યુટિલિટીઝ’ સેક્શન પર ટેપ કરો.
સ્ટેપઃ4- 'સેટ અપ લૉક ફોલ્ડર' સેક્શનમાં ઉપલબ્ધ ‘Get Started’ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપઃ5- તમને કેટલાક લૉક કરેલા ફોલ્ડર માર્ગદર્શિકા પર લઈ જવામાં આવશે. સ્ક્રીનના નીચેના જમણા ખૂણે ઉપલબ્ધ 'સેટ અપ' બટન પર ટેપ કરો.
સ્ટેપઃ6- સ્ક્રીન લૉક સેટ કરો.
સ્ટેપઃ7- તમારા લૉક કરેલા ફોલ્ડરમાં ફોટા અથવા વિડિયો જોડવા માટે ‘Move items’ બટન પર ટેપ કરો.
સ્ટેપઃ8- તમને તમારા સ્માર્ટફોનની ગેલેરી પર રીડાયરેક્ટ કરવામાં આવશે. તમે જે ફોટો અથવા વિડિયો છૂપાવવા માંગો છો તેને પસંદ કરો અને 'મૂવ' પર ટેપ કરો. તમે એક જ સમયે મલ્ટિપલ ફોટા અથવા વિડિયો પસંદ કરી શકો છો.
સ્ટેપઃ9- પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 'મૂવ' પર ટેપ કરો.