Independence Day 2022: Google એ પણ મનાવ્યો દેશની આઝાદીનો જશ્ન, ડૂડલ બનાવી ભારતની સંસ્કૃતિ દર્શાવી
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર જ્યાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે,
Azadi Ka Amrit Mahotsav: ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર જ્યાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગૂગલે પણ આ દિવસને પોતાના ખાસ અંદાજમાં ઉજવ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગૂગલે પોતાની સ્ટાઈલમાં ડૂડલ બનાવ્યું છે. જેમાં રંગબેરંગી પતંગો ઉડતા બતાવવામાં આવ્યા છે. આ પતંગો ભારતે અત્યાર સુધી હાંસલ કરેલી ઊંચાઈને પ્રદર્શિત કરી રહી છે.
આ ડૂડલ કેરળની કલાકાર નીતિ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં 15મી ઓગસ્ટના રોજ ભારતને તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યું છે. આ ખાસ અવસર પર ગૂગલે એક GIF બનાવ્યું છે. સ્વતંત્રતા દિવસ 2022ના ડૂડલમાં ભારતની સંસ્કૃતિને પતંગ દ્વારા દર્શાવવામાં આવી છે. પતંગ સાથેનું આ Google ડૂડલ 75 વર્ષમાં ભારતની મહાન ઊંચાઈઓનું પ્રતીક છે.
અંગ્રેજો સામે પતંગનો ઉપયોગ
ડૂડલ વિશે તેના વિચારો શેર કરતાં કલાકાર નીતિએ કહ્યું હતું કે અમારી સૌથી પ્રિય યાદોમાંની એક, પતંગ ઉડાડવી એ વર્ષો જૂની પરંપરા રહી છે. આ પરંપરા ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પણ એક અભિન્ન ભાગ રહી છે. પોતાની વાત રાખતા તેમણે કહ્યું કે આઝાદી પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગ્રેજ શાસન વિરુદ્ધ સૂત્રો લખવા માટે પતંગનો ઉપયોગ કરતા હતા. વિરોધના સંકેત તરીકે તેઓને આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા.
ગૂગલે 2 મિનિટનો વીડિયો બનાવ્યો
આ પહેલા ગૂગલે તેની વેબસાઈટ પર ઈન્ડિયા કી ઉડાન નામનું ડિજિટલ પેજ લાઈવ કર્યું હતું. તમે ગૂગલ આર્ટ એન્ડ કલ્ચરના પેજ પર ભારતની ઉડાન જોઈ શકો છો. નોંધનીય છે કે ગૂગલે આ માટે એક નવી વેબસાઈટ બનાવી છે, જેનું નામ ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર છે. આ વેબસાઈટમાં મહાત્મા ગાંધી, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત તમામ નેતાઓની તસવીર બતાવવામાં આવી છે. ગૂગલે 2 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં 1947માં ભારતની આઝાદીથી લઈને અત્યાર સુધીની 75 વર્ષની સફર બતાવવામાં આવી છે. આ વીડિયોમાં તમે માત્ર 2 મિનિટમાં છેલ્લા 75 વર્ષનો ભારતીય ઈતિહાસ જોઈ શકશો.
Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે
AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી
Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ