(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી
Gujarat Congress : શૈલેષ પરમારે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી હતી ત્યાં સરકારે હાસ્યાસ્પદ જાહેરાત કરી છે અને સરકાર ફરી ગઈ છે.
AHMEDABAD : ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે વાર્ષિક 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી. જો કે ગ્રેડ-પે વધારાની પોલીસકર્મીઓની માંગ સામે આ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
જાહેરાત હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક : શૈલેષ પરમાર
ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે રાજ્યની રક્ષા કરતા પોલીસકર્મીઓને સરકારે રેવડીની ભેંટ આપી છે. તેમણે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી હતી ત્યાં સરકારે હાસ્યાસ્પદ જાહેરાત કરી છે અને સરકાર ફરી ગઈ છે.
વધુમાં તેમણે કહ્યું કે પગાર વધારો ભંડોળ સ્વરુપે ન હોય, સરકારે પોલીસની મજાક કરી છે. સરકારે પોલીસકર્મીઓના પગારમાં એક મહિને 4895 રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રાજય સરકારને પોલીસકર્મીઓ તરફથી અને કોંગ્રેસ તરફથી પૂછી રહ્યો છું કે પોલીસકર્મીઓની મજાક કેમ કરી?
શૈલેષ પરમારે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી આજે પણ ઉભી છે.આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બનશે તો પહેલીજ કેબિનેટમાં પોલીસકર્મીઓની માંગણીઓ પુરી કરશે.
ગુજરાત સરકાર પોલીસકર્મીઓ માટે 550 કરોડના ભંડોળની કરી જાહેરાત
છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
આ જાહેરાત થયા બાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મીઠાઈ ખવડાવીને પગાર વધારાની આ જાહેરાતની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો :