Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે
Jioનો સૌથી સસ્તો ફેમિલી પ્લાન 599 રુપિયાથી શરુ થાય છે. આ રિચાર્જમાં તમને 100 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે.
Jio Family Plan: હાલ ટેલીકોમ કંપનીઓ તેમના યુઝર્સને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન્સ આપીને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જેમાં Jioનો પોસ્ટપેડ ફેમિલી પ્લાન હાલ ચર્ચામાં છે કારણ કે, આ પ્લાન મુજબ રિચાર્જ કરવાથી 4 લોકોના ફોન ચાલુ રહેશે અને વિવિધ OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન એક કુટુંબના સભ્યો માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
2 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ -
Jioનો સૌથી સસ્તો ફેમિલી પ્લાન 599 રુપિયાથી શરુ થાય છે. આ રિચાર્જમાં તમને 100 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાન 200GB ડેટા રોલઓવર સાથે આવે છે. રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ પ્લાનમાં મુખ્ય યુઝરની સાથે એક વધારાનું મોબાઈલ કનેક્શન ચાલુ રહી શકે છે. એટલે કે, બે લોકો આ પ્લાનને યુઝ કરી શકે છે. આ સિવાય આ રિચાર્જની સાથે Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ રિચાર્જ પ્લાન માટે યુઝર્સને જિયો પ્રાઈમ માટે 99 રુપિયા અલગથી ખર્ચ કરવા પડશે.
3 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ -
જિયોમાં 3 લોકો માટેનો આ ફેમિલી પ્લાન 799 રુપિયાનો પોસ્ટપેડ પ્લાન પણ મળે છે. આ પ્લાનમાં મુખ્ય યુઝરની સિવાય બે અન્ય લોકો પોતાના ફોનને વાપરી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં કુલ 150 GB ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ જિયો પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા, કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ સાથે Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન પણ મળે જ છે.
4 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ-
ચાર લોકો માટે એક રિચાર્જ કરીને તમે ફોન વાપરી શકો છે. જિયોના આ ફેમિલી પ્લાનમાં તમારે 999 રુપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાનમાં 200GB ડેટા મળે છે. જેમાં ડેટા રોલઓવર લિમિટ 500 GB છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ પ્લાનમાં પણ Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ