શોધખોળ કરો
આ કંપનીએ લૉન્ચ કર્યો મેડ ઇન ઇન્ડિયાનો પહેલો કસ્ટમર કસ્ટમાઇઝેબલ સ્માર્ટફોન, 66 કૉમ્બિનેશનને કરી શકે છે સિલેક્ટ
બિઝનેસ હેડ સુનિલ રૈનાએ કહ્યું કે કસ્ટમાઇઝેબેલ સ્માર્ટફોન સીરીઝ, જેનુ બ્રાન્ડ નેમ એમવાઇઝેડ છે, ને કંપનીના સ્વદેશી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે, અને આનુ વેચાણ 11 જાન્યુઆરીથી શરૂ થશે
![આ કંપનીએ લૉન્ચ કર્યો મેડ ઇન ઇન્ડિયાનો પહેલો કસ્ટમર કસ્ટમાઇઝેબલ સ્માર્ટફોન, 66 કૉમ્બિનેશનને કરી શકે છે સિલેક્ટ lava launches worlds first customer customizable smartphone આ કંપનીએ લૉન્ચ કર્યો મેડ ઇન ઇન્ડિયાનો પહેલો કસ્ટમર કસ્ટમાઇઝેબલ સ્માર્ટફોન, 66 કૉમ્બિનેશનને કરી શકે છે સિલેક્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/08150812/Lava-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સ્વદેશી મોબાઇલ મેન્યૂફેક્ચરર લાવા ઇન્ટરનેશનલે ગુરુવારે કહ્યું કે તેને દુનિયાનો પહેલો કસ્ટમાઇઝેબ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જે ગ્રાહકોને તેનતી જરૂરિયાત અને પસંદ અનુસાર કલર, કેમેરા, મેમરી, સ્ટૉરેજ કેપેસિટીનુ સિલેક્શન કરવાની પરમીશન આપશે.
11 જાન્યુઆરીએ થશે વેચાણ
લાવા ઇન્ટરનેશનલના ડાયરેક્ટર અને બિઝનેસ હેડ સુનિલ રૈનાએ કહ્યું કે કસ્ટમાઇઝેબેલ સ્માર્ટફોન સીરીઝ, જેનુ બ્રાન્ડ નેમ એમવાઇઝેડ છે, ને કંપનીના સ્વદેશી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે, અને આનુ વેચાણ 11 જાન્યુઆરીથી શરૂ થશે.
66 કૉમ્બિનેશનને કરી શકે છે સિલેક્ટ
રૈનાએ કહ્યું કે દુનિયાનો પહેલો કસ્ટમાઇઝેબલ સ્માર્ટફોન ગ્રાહકોને કેમેરા, રેમ, રૉમ અને કલરના 66 કૉમ્બિનેશનમાંથી કોઇને પણ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. તેમને કહ્યું કે, કંપની આ વર્ષે નવી પ્રૉડક્ટ પૉર્ટફોલિયોની સાથે પાંચ ટકા બજાર ભાગીદારી હાંસલ કરવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે.
Z Seriesના 4 મૉડલ લૉન્ચ
લાવાએ ભારતમાં Z Series અંતર્ગત ચાર સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા છે. મેડ ઇન ઇન્ડિયા આ ફોન લેટેસ્ટ ફિચર્સની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપનીએ લાવા બીફિટ સ્માર્ટબેન્ડ પણ લૉન્ચ કર્યુ છે. કંપનીનો દાવો છે કે Z Seriesના તમામ સ્માર્ટફોન્સ બેસ્ટ ફિચર્સની સાથે ઉતારવામાં આવ્યા છે.
![આ કંપનીએ લૉન્ચ કર્યો મેડ ઇન ઇન્ડિયાનો પહેલો કસ્ટમર કસ્ટમાઇઝેબલ સ્માર્ટફોન, 66 કૉમ્બિનેશનને કરી શકે છે સિલેક્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/08150754/Lava-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)