શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની વચ્ચે બદલાઈ ગઈ ટ્રાવેલિંગની રીત, અગાઉ કરતા વધુ સારું મોબાઈલ નેટવર્ક હોવું જરૂરી બન્યું
જો તમે ટ્રાવેલિંગ માટે જાવ છો તો મોબાઈલ નેટવર્ક સાથે સમજૂતી ના કરો, કારણ કે, તે સીધે સીધો તમારા હેલ્થ માટે ખતરો સાબિત થઈ શકે છે.
નવી નવી જગ્યાએ ફરવાનું, ટ્રાવેલિંગ કરવાનું યુવાનો, નેચર લવર્સ અને એડવેન્ચર પ્રેમી લોકોનો શોખ હોય છે, કારણ કે દૂર અંતરિયાળ ખડતલ પર્વતો અને ઘાટ પોતાના ખૂબસૂરત લેન્ડસ્કેપના કારણે તેમને પોતાની તરફ ખેંચે છે. પરંતુ આવા લોકો કોરોના મહામારીના કારણે ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા, પરંતુ હવે અનલોક બાદ ઘરમાંથી નિકળવાનો સિલસિલો એકવાર ફરી શરૂ થઈ ગયો છે, પરંતુ સાવધાની સાથે. સરકારે કોવિડ-19થી બચવા માટે અનેક સૂચનો આપ્યા છે. તેમાં એક સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ હોવું અને તેના કારણે તમારું મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ અગાઉ કરતા વધુ જરૂરી બની ગયું છે.
જો તમે મુસાફરીનો આનંદ લેવાની સાથે સાથે પોતાની યાત્રા સુરક્ષિત અને સ્મૂથ બનાવવા માંગો છો તો, યાદ રાખો કે ટ્રાવેલિંગની મઝા ત્યારે છે, જ્યારે ઘરની બહાર નિકળતી વખતે પ્લાનિંગની પૂરી તૈયારી કરવામાં આવે. કેટલીક ટિપ્સ યાદ રાખવામાં આવે. આ પ્લાનિંગ ટિપ્સ તમને “ધ બ્લૂસ્પૂન ટ્રાવેલર” શુભમ ગાંધીથી બહેતર કોઈ નહીં જણાવી શકે.
શુભમ એક ટ્રાવેલ બ્લોગર છે, જેને મોટી સંખ્યામાં લોકો યૂટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. બાળપણથી ટ્રાવેલિંગનો શોખ ધરાવનાર શુભમ ગાંધી છેલ્લા 8 વર્ષથી ખૂબ ટ્રાવેલિંગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે પહેલા કરતા ટ્રાવેલ દરમિયાન ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ અને અનેક નવી નવી સાવધાનીઓ રાખવી જરૂરી બની છે. તેઓ કહે છે કે, ટ્રાવેલિંગ દરમિયાન સારા મોબાઈલ નેટવર્કનું હોવું ખૂબજ જરૂરી છે. શુભમ અનુસાર, માત્ર આરોગ્ય સેતુ એપ માટે જ નહીં પણ હોટલ શોધવી અને ગૂગલ મેપ્સ માટે પણ ઈન્ટરનેટની જરૂર પડે છે. આ સિવાય જો તમે કોઈ મુશ્કેલીમાં ફસાવ ત્યારે પણ નેટ સૌથી મોટો સહારો બને છે.
શુભમ ગાંધી તેમના અનુભવના આધારે કહે છે, “હું ટ્રાવેલ દરમિયાન ઈન્ટરનેટને ખૂબજ મહત્વપૂર્ણ માનું છું.” ટ્રાવેલિંગ દરમિયાન ટ્રાવેલિંગના અનુભવો, રોમાંચ, તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું તમારું મન પણ થાય, ત્યારે જો યોગ્ય ટેલીકોમ ઓપરેટરની પસંદી ન કરવામાં આવે તો તમારી આ ઈચ્છા અધૂરી રહી શકે. તેની સાથે ઈન્ટરનેટ ટ્રાવેલિંગ સ્પોટની આસપાસની જગ્યા વિશે પણ જાણકારી મેળવવું ખૂબજ જરૂરી બની જાય છે.
શુભમ ગાંધી પોતાના અંગત અનુભવ શેર કરતા કહે છે, “પહાડી વિસ્તારોમાં આપને મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડશે. પણ હું એરટેલનો યૂઝર હોવાથી આ પેરશાનીથી બચી જાઉં છું. મને ક્યારેય પણ પહાડી કે અંતરિયાળ વિસ્તારોમાં ઓછામાં ઓછા નેટવર્કનોની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેઓ જણાવે છે કે, એટલા માટે જ 2008થી તેમણે એરટેલની પસંદગી રાખી છે.
મોબાઈલ નેટવર્ક સાથે જોડાયેલા એક ખાસ અનુભવ વિશે જણાવતા શુભમ કહે છે, “અમે ગ્રુપમાં યાત્રા માટે પહાડી વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન એક જગ્યાએ મારા ગુપના લોકોને મોબાઈન નેટવર્ક માટે પહાડથી 300 મીટર નીચે ઉતરવું પડ્યું, માત્ર હું અને મારો મિત્ર આ પરેશાનીથી બચી ગયા જે એરટેલનો ઉપયોગ કરી રહ્યાં હતા. જે લોકો પાસે એરટેલનું કનેક્શન નહોતું તેમની પાસે પોતાની પરેશાનીમાંથી બહાર નિકળવાના બે જ રસ્તા હતા. કાં તો એરટેલ વાપરો, અથવા તો મોબાઈલ નેટવર્ક વગર જ પોતાની યાત્રા પૂરી કરો.”
પરંતુ બદલાઈ રહેલી પરિસ્થિતિને લઈ શુભમ ગાંધીનું કહેવું છે કે, જો તમે ટ્રાવેલિંગ માટે જાવ છો તો મોબાઈલ નેટવર્ક સાથે સમજૂતી ના કરો, કારણ કે, તે સીધે સીધો તમારા હેલ્થ માટે ખતરો સાબિત થઈ શકે છે. ટ્રાવેલિંગ કરનારાઓને શુભમ ગાંધી એ પણ જણાવવા માંગે છે કે, વર્તમાન પરિસ્થિતિ સોલો ટ્રિપ વધુ બેહતર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion