શોધખોળ કરો

મોટો ઝટકોઃ જુલાઇમાં ફરી એકવાર મોબાઇલ પ્લાનના ભાવમાં થશે ધરખમ વધારો, જાણો શું છે કારણ

જિઓના આવ્યા બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી શુલ્ક દરોમાં વધારો (Mobile Tariff Hike) શરૂ કરી દીધો હતો. 

Mobile Tariff Hike: દિગ્ગજ મોબાઇલ કંપનીયો- એરટેલ (Airtel), રિલાયન્સ જિઓ (Reliance Jio) અને વૉડાફોન આઇડિયા (Vodafone Idea)ના રેટિફ વધી જશે. પ્રાઇવેટ સેક્ટરની ટેલિકૉમ કંપનીઓ તરફથી ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાના ટેરિફ રેટ (Mobile Tariff)માં વધારો કરવામાં આવી શકે છે.  

જો કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવશે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે.  જિઓના આવ્યા બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી શુલ્ક દરોમાં વધારો (Mobile Tariff Hike) શરૂ કરી દીધો હતો. 

છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા (Mobile Tariff Hike) બાદ પ્લાન એકદમથી મોંઘા થઇ ગયા. ટૉપ ત્રણ કંપનીઓ (Jio, Airtel और Vi)ની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 20-25 ટકાનો જોરદાર વધારો થવાની આશા છે. 

 

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે- 
GANDHINAGAR : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે.

‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી છે.

આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. 

પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં “ Right of Way (ROW) POLICY ” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુ વાઘાણીની દૂરંદેશી નીતિ તેમજ માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા પહેલ કરી રાજયમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 ની જાહેરાત કરવામાં આવી છે.

આજના આધુનિક યુગમાં ડીજીટલ વ્યવહારની ઝડપ પણ ખુબ અગત્યની છે તે માટે રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) સ્થાવવા માટેની બાબતે સુગમતા તેમજ ઓનલાઇન મંજૂરી જેવી બાબતોને ધ્યાને લઈ ભારત સરકારની 2016ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ ઘડવા તૈયાર કરવામાં આવી છે. 

આ નવી “રો” નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે. 

રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવીથમાં થનાર વૃધ્ધિને પરિણામે રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે અને “ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે.

આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક આઇ.ટી.ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના જીડીપીને થશે.

આ પણ વાંચો........

વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ

Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક

Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો

Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં

ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ
iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ
iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા
iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા
iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ
iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget