શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એડવાન્સ ફિચર્સ અને 13 મૉડ સાથે ચીની કંપનીએ લૉન્ચ કર્યો ખાસ ફિટનેસ બેન્ડ, જાણો શું છે કિંમત
વનપ્લસના આ ફિટનેસ બેન્ડ સાથે કનેક્ટ કરીને હાર્ટ રેટ, ઓક્સિજન લેવલ અને સ્લિપ લેવલને મૉનિટર કરી શકાય છે. આની કિંમત લગભગ અઢી હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે, જાણો ફિચર્સ વિશે.....
નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ છેવટે ચીની કંપની વનપ્લસે પોતાનો એડવાન્સ ફિચર્સ વાળો ફિટનેસ બેન્ડ ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની સાથે જ કંપનીએ વિયરેબલ સેગમેન્ટની શરૂઆત કરી દીધી છે, બેન્ડની સાથે વનપલ્સ હેલ્થ એપ પણ રિલીઝ કરવામા આવી છે.
વનપ્લસના આ ફિટનેસ બેન્ડ સાથે કનેક્ટ કરીને હાર્ટ રેટ, ઓક્સિજન લેવલ અને સ્લિપ લેવલને મૉનિટર કરી શકાય છે. આની કિંમત લગભગ અઢી હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે, જાણો ફિચર્સ વિશે.....
આ છે સ્પેશિફિકેશન્સ....
OnePlus Fitness Bandમાં 1.1 ઇંચની AMOLED કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 294 x196 પિક્સલ છે. આને વનપ્લસ હેલ્થ એપ દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આમા ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર અને એક બ્લડ ઓક્સિજન મૉનિટર પણ અવેલેબલ છે. હર્ટ રેટ મૉનિટર 24 કલાક ટ્રેકિંગ કરશે, અને બ્લડ ઓક્સિજન સેચુરેશન (SpO2) લેવલનુ મૉનિટરિંગ કરશે. આમાં 100mAh ની બેટરી આપવામાં આવી છે.
આપવામાં આવ્યા છે મૉડ
વનપ્લસનો આ બેન્ડ સ્લિપ મૉનિટરિંગ ફિચર વાળો છે, જેના દ્વારા ટૉટલ ટાઇમ સ્લિપ, સ્લિપ સ્ટેજની જાણકારી મળી જશે. આ ઉપરાંત બેન્ડમાં બેડમિન્ટનલ, ક્રિકેટ, આઉટડૉર રન, ઇનડૉર રન, ફેટ બર્ન રન, આઉટડૉર વૉક, આઉટડૉર સાયકલિંગ, ઇનડૉર સાયકલિંગ, રોઇંગ મશીન, પુલ સ્વિમિંગ, યોગા જેવા 13 એક્સરસાઇઝ મૉડ આપવામાં આવ્યા છે.
બેન્ડની કિંમત
વનપ્લસના આ ફિટનેસ બેન્ડની કિંમત 2,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આને તમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન, વનપ્લસના ઓનલાઇન સ્ટૉર ઉપરાંત વનપ્લસના રિટેલ સ્ટૉર પરથી ખરીદી શકો છો. આ ફિટનેસ બેન્ડની સેલ 13 જાન્યુઆરીથી શરૂ થશે. આ બેન્ડ બ્લેક, નેવી અને ટેન્ગરીન ગ્રે કલરમાં અવેલેબલ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion