શોધખોળ કરો

Oppo Reno 12 અને Oppo Reno 12 Pro 5G થયા લોન્ચ, યૂઝર્સને મળશે AI ફિચર્સ 

ઓપ્પોએ આજે ​​તેની નવી રેનો સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝ હેઠળ, કંપનીએ Oppo Reno 12 5G અને Oppo Reno 12 Pro 5G નામના બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

Oppo Reno 12 5G: ઓપ્પોએ આજે ​​તેની નવી રેનો સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝ હેઠળ, કંપનીએ Oppo Reno 12 5G અને Oppo Reno 12 Pro 5G નામના બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને ફોન AI ફીચર્સથી ભરપૂર છે. કંપનીએ આ ફોનમાં કેમેરા સેટઅપથી લઈને સોફ્ટવેર સુધીના ઘણા બધા AI ફીચર્સ પેક કર્યા છે. વપરાશકર્તાઓને આ ફોનમાં સારી ડિઝાઇન, ડિસ્પ્લે અને એક ઉત્તમ AI કેમેરા સેટઅપ પણ મળશે.

આ બંને ફોનની કિંમત 

કંપનીએ Oppo Reno 12ને 8GB રેમ અને 256GB વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે, જેની કિંમત 32,999 રૂપિયા છે. આ ફોન 25 જુલાઈથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીએ Oppo Reno 12 Pro 5Gને બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેનું પહેલું વેરિઅન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 36,999 રૂપિયા છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 40,999 રૂપિયા છે.

આ બંને વેરિઅન્ટ 18 જુલાઈથી વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફોન પર 4000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક અને 9 મહિનાની  EMI પર આ ફોન પર ઉપલબ્ધ થશે.

OPPO Reno12 Pro 5G 

આ ફોનની સ્ક્રીન વિશે વાત કરીએ તો, કંપનીએ તેને 6.7 ઇંચની ક્વોડ કર્વ્ડ ઇન્ફિનિટ વ્યૂ સ્ક્રીન આપી છે, જે 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ આ ફોનમાં 60/90/120Hz સુધીના ડાયનેમિક રિફ્રેશ રેટની સુવિધા આપી છે.

આ સેટઅપનો મુખ્ય કેમેરા 50MP Sony LYT-600 સેન્સર સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન એટલે કે OIS સપોર્ટ સાથે આવે છે, જે f/1.8 લેન્સ એપરચર અને 79°ના એંગલ સપોર્ટ સાથે આવે છે. આ ફોનનો બીજો બેક કેમેરા 50MP Samsung S5KJN5 પોટ્રેટ કેમેરા લેન્સ સાથે આવે છે. ત્રીજો કેમેરો 8MP સોની IMX355 સેન્સરના અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે.

Oppo એ આ ફોનમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા આપ્યો છે, જે ઓટોફોકસ અને પોટ્રેટ મોડ બંનેને સપોર્ટ કરે છે. પરફેક્ટ શોટ ફ્રેમ કરવા માટે તમે 0.8×, 1× અને 2× ઝૂમ વચ્ચે સ્વિચ કરી શકો છો.

આ ફોન Android 14 પર આધારિત ColorOS 14.1 OS પર ચાલે છે. આ OS 3 વર્ષની OS અપગ્રેડ અને 4 વર્ષની સુરક્ષા પેચ અપડેટની ગેરંટી સાથે આવે છે.

આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 7300-Energy ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 4nm કટીંગ-એજ પ્રોસેસર સાથે આવે છે. આ ફોનનો આ ચિપસેટ ગ્રાફિક્સ માટે Arm Mail-G615 GPU સાથે આવે છે, જેના કારણે આ ફોનના ગ્રાફિક્સ વિઝ્યુઅલ પણ ખૂબ જ શાનદાર લાગે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણાGovinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget