શોધખોળ કરો
Advertisement
ભારતમાં રિયલમી લૉન્ચ કરશે આ સસ્તો 5G ફોન, જાણો શું હશે કિંમત ને કોને આપશે ટક્કર
કહેવાઇ રહ્યું છે કે રિયલમી પોતાના આ 5G ફોનને 20,000 રૂપિયાથી પણ ઓછી કિંમતે લૉન્ચ કરી શકે છે. આ ફોન ભારત સહિત કેટલાય દેશોમાં લૉન્ચ કરવામાં આવશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપનીઓ હવે 5G ટેકનોલૉજી વાળા ફોન લૉન્ચ કરવા લાગી છે. આ બધાની વચ્ચે રિયલમી પણ પોતાના સસ્તો ફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનનુ નામ Realme 7 5G છે.
કહેવાઇ રહ્યું છે કે રિયલમી પોતાના આ 5G ફોનને 20,000 રૂપિયાથી પણ ઓછી કિંમતે લૉન્ચ કરી શકે છે. આ ફોન ભારત સહિત કેટલાય દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. આ ફોનને Realme V5ના ગ્લૉબલ વેરિએન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ફોન બહુ જલ્દી માર્કેટમાં એન્ટ્રી કરશે.
આ હોઇ શકે છે કિંમત
Realme 7 5G સાથે જોડાયેલી કેટલીક ઓફિશિયલ ડિટેલ સામે આવી છે. પરંતુ ટિપ્સ્ટર અનુસાર, Realme 7 5Gના RMX2111 મૉડલ નંબરની સાથે દેખાયો છે. લીક રિપોર્ટ્સ અનુસાર આના 6GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 1,499 યુઆન એટલે લગભગ 17,000 રૂપિયા હોઇ શકે છે. વળી આના 8GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 1,899 યુઆન એટલે 21,400 રૂપિયામાં લૉન્ચ થઇ શકે છે.
ખાસ વાત છે કે Realme 7 5G ફોનની ટક્કર Vivo V20 SE ફોન સાથે થવાની છે. આમાં પણ કંપનીએ દમદાર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 720જી આપ્યુ છે. હાલ આની કિંમત પણ લગભગ 18000 રૂપિયાની આસપાસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement