શોધખોળ કરો
Advertisement
આજે પહેલીવાર સેલમાં મળશે આ દમદાર ફોન, 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે ખાસ
આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યૉરિટીની રીતે રિયલમી 7 પ્રૉમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં તમે બે સિમ નાંખી શકો છો
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર ઓપ્પોએ પોતાનો રિયલમી 7 પ્રૉને પહેલીવાર વેચાણ માટે સેલમાં ઉપલબ્ધ કરાવ્યો છે. ફોનને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. રિયલમી 7 પ્રૉ ફોન કંપનીના પૉપ્યુલર હેન્ડસેટ રિયલમી 6 પ્રૉનુ અપગ્રેડેડ વર્ઝન છે. આ ફોન 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ, એમૉલેડ સ્ક્રીન અને ડ્યૂલ સ્ટીરિયો સ્પીકર્સ અને શાનદાર કેમેરા ફિચર્સ વાળો છે.
રિયલમી 7 પ્રૉ કિંમત
રિયલમી 7 પ્રૉના 6જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે, વળી, 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ ફોન પહેલીવાર ફ્લિપકાર્ટ અને Realme.com પર સેલમાં વેચાશે. આમાં ફોન મિરર બ્લૂ અને મિરર સિલ્વર કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.
રિયલમી 7 Pro સ્પેશિફિકેશન
રિયલમીના આ ફોનમાં 6.4 ઇંચ અમોલેડ ફૂલએચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. રેમ 6GB અને 8GB આપવામાં આવી છે. ફોનમાં 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી આને આગળ વધારી શકાય છે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ રિયલમી યુઆઇ આપવામાં આવ્યુ છે.
બેટરી....
આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યૉરિટીની રીતે રિયલમી 7 પ્રૉમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં તમે બે સિમ નાંખી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement