શોધખોળ કરો

Ac Tips: લાઈટ બીલ ઓછુ કરવા માટે તમારા AC માં સેટ કરી દો આટલું તાપમાન, થશે ફાયદો

આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરીને તમારું વીજળી બિલ ઓછું રાખી શકો છો.

AC એ એકમાત્ર એવું સાધન છે જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે. હવે ફરી એકવાર ઉનાળો શરૂ થયો છે, ધીમે ધીમે મહિનાઓથી બંધ રહેલા એસી ફરી એકવાર કામ કરવા લાગ્યા છે. AC ગરમીથી રાહત તો આપે છે પરંતુ તેના કારણે વીજળીના મોટા બીલનું ટેન્શન પણ થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરીને તમારું વીજળી બિલ ઓછું રાખી શકો છો.

એ વાત સાચી છે કે AC ચલાવવાથી સામાન્ય દિવસો કરતાં વધુ વીજળીનું બીલ આવે છે. જો કે, કેટલીકવાર આપણા દુરુપયોગને કારણે વીજળીનું બીલ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો આપણે ઉનાળામાં સ્પ્લિટ એસી અથવા વિન્ડો એસીનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે વીજળીનું બીલ વધતું અટકાવી શકીએ છીએ. AC ચલાવીને વીજળીનું બીલ ઘટાડવા માટે, એસીનું તાપમાન સેટિંગ સમજવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

AC ચલાવવાથી વીજળીનું બીલ કેટલું વધશે તે તમે ACને કયા તાપમાને સેટ કર્યું છે તેના પર ઘણો આધાર રાખે છે. ઘણી વખત લોકો વિચારે છે કે ઓછા તાપમાનમાં AC ચલાવવાથી બીલ ઘટશે પરંતુ એવું નથી. તમે ACનું તાપમાન જેટલું ઓછું રાખશો, વીજળીનું બીલ એટલું જ વધારે આવશે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, જો તમે ACને 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સેટ કરો છો, તો તે વીજળીના બીલમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ જ કારણ છે કે લગભગ તમામ એર કન્ડીશન્સમાં કે જેને BEE સ્ટાર રેટિંગ આપવામાં આવે છે, AC ડિફોલ્ટ રૂપે 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય છે. ACનું આ તાપમાન ન માત્ર વીજળીનું બીલ વધતું અટકાવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય તાપમાન છે.

24 ડિગ્રી સેલ્સિયસના તાપમાને AC ચલાવવું

જેમ જેમ તમે ACનું તાપમાન ઓછું કરો છો, તેની અસર વીજળીના બીલ પર પણ પડે છે. તમને જણાવી દઈએ કે તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવાથી વીજળીનું બીલ લગભગ 10-12 ટકા વધી જાય છે. તેથી, તમારે હંમેશા 24 ડિગ્રી સેલ્સિયસના આદર્શ તાપમાને AC ચલાવવું જોઈએ.

આ કારણે ACમાં આવે છે વધુ વીજળીનું બીલ

ACનું બીલ વધારે આવવાનું એકમાત્ર કારણ ખોટું તાપમાન સેટિંગ નથી. નીચા સ્ટાર રેટિંગવાળા ACમાં પણ વધુ વીજળીનું બીલ આવે છે. કોઈપણ ACનું સ્ટાર રેટિંગ દર્શાવે છે કે તે કેટલી વીજળીનો વપરાશ કરશે. ACનું સ્ટાર રેટિંગ જેટલું ઊંચું હશે, તેટલી ઓછી વીજળી વાપરે છે અને તેથી બીલ પણ ઓછું આવશે. સરળ શબ્દોમાં સમજાવવા માટે, 5 સ્ટાર રેટિંગવાળા ACનું બીલ ઘણું ઓછું હશે, જ્યારે 3 સ્ટાર રેટિંગવાળા ACનું બિલ વધારે હશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
Embed widget