શોધખોળ કરો
Advertisement
રિલાયન્સે ઝૂમને ટક્કર આપવા લોન્ચ કરી આ એપ, જાણો કેવા છે ફીચર્સ
બીટા પરિક્ષણ બાદ જિયોમીટ એપ એન્ડ્રોઇડ, આઈઓએસ, વિંડોઝ, મેકઓએસ અને વેબ પર ગુરુવાર સાંજથી ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ ફેસબુક અને ઈન્ટેલ જેવી કંપનીઓને ડિજિટલ કારોબારમાં હિસ્સો વેચીને અબજો ડોલર એકત્ર કર્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઝૂમને ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. મુકેશ અંબાણીની કંપનીએ વીડિયો કોન્ફેંસિંગ એપ જિયોમીટ રજૂ કરી છે. જેમાં અમર્યાદીત ફ્રી કોલિંગની સુવિધા મળશે. રિલાયન્સના આ પગલાને હરિફ કંપની ઝૂમ સાથે પ્રાઇસ વોર તરીકે જોવામાં આવે છે.
બીટા પરિક્ષણ બાદ જિયોમીટ એપ એન્ડ્રોઇડ, આઈઓએસ, વિંડોઝ, મેકઓએસ અને વેબ પર ગુરુવાર સાંજથી ઉપલબ્ધ છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે, જિયોમીટ પર એચડી ઓડિયો અને વીડિયો કોલની ગુણવત્તા મળશે. જેમાં એક સાથે 100 લોકોને જોડી શકાય ચે. તેમાં સ્ક્રીન શેર કરવાની, પહેલાથી મીટિંગનો સમય નક્કી કરવાનો તથા અન્ય ફીચર્સ છે.
ખાસ વાત છે કે ઝૂમની જેમ 40 મિનિટની મર્યાદા નથી. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં કોલ્સ 24 કલાક સુધી ચાલુ રહી શકે છે. વીડિયો કોન્ફ્રેંસિંગ બેઠક પાસવર્ડ દ્વારા થશે. ઝૂમમાં 40 મિનિટથી વધારે મીટિંગ માટે માસિક ભાડું 15 ડોલર છે. વાર્ષિક ધોરણે તે 180 ડોલર થાય છે. જિયોમીટ તેનાથી વધારે સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવી રહી છે. જેમાં ઝૂમ મીટિંગ આયોજિત કરનારાને જિયોમીટનો ઉપયોગ કરવાથી વાર્ષિક 13,500 રૂપિયાની બચત થશે.
ગૂગલ પ્લે સ્ટોર પર આ એપના અનેક ફીચર્સની જાણકારી આપવામાં આવી છે. જે મુજબ જિયોમીટ માટે મોબાઇલ નંબર કે ઈ-મેલ આઈડી દ્વારા આસાનાથી સાઇન-અપ કરી શકાય છે. તેમાં તાત્કાલિક મીટિંગ આયોજિત થઈ શકે છે. એચડી ઓડિયો અને વીડિયો ગુણવત્તાવાળી મીટિંગનો સમય પહેલાથી નક્કી કરી શકાય છે અને ભાગ લેનારા લોકોને તેની જાણકારી આપી શકાય છે.
જિયોમીટ દ્વારા એક દિવસમાં ગમે તેટલી મીટિંગ આયોજિત કરી શકાય છે અને કોઈપણ મીટિંગ અવરોધ વગર 24 કલાક ચાલી શકે છે. દરેક મીટિંગ પાસવર્ડથી સુરક્ષિત છે. મીટિંગ આયોજિત કરતા લોકો વેટિંગ રૂમની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તેથી કોઈ પણ ભાગીદાર મીટિંગમાં મંજૂરી વગર સામેલ થઈ શકતો નથી. તેમાં ગ્રુપ બનાવવાની મંજૂરી છે. માત્ર એક ક્લિક પર કોલિંગ અને ચેટિંગ કરી શકાય છે.
ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પર આ એપને પાંચ લાખ લોકો પહેલાથી ડાઉનલોડ કરી ચુક્યા છે. જિયોમીટમાં સમયની કોઈ મર્યાદા ન હોવાના કારણે ટીચર્સને તેમના ઓનલાઇન ક્લાસ ટૂંકા કરવાની જરૂર નહીં પડે. આ એપ દ્વારા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનાર, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ આયોજિત કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement