સેમસંગના આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો, જાણો કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
સેમસંગ ગેલેક્સી a23 5g (Samsung Galaxy A23 5G) ની કિંમત એમેઝોન (Amazon) પર ઘટી ગઈ છે.
Samsung Galaxy A23 5G: સેમસંગ ગેલેક્સી a23 5g (Samsung Galaxy A23 5G) ની કિંમત એમેઝોન (Amazon) પર ઘટી ગઈ છે. તમે 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટને માત્ર 23999 રુપિયામાં ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે આ ફોનની તેની મૂળ કિંમત 30,990 રુપિયા છે. આ ફોન હાલમાં 23 ટકા ડિસ્કાઉન્ટ સાથે એમેઝોન પણ વેચાઈ રહ્યો છે. જો તમે ઈચ્છો તો એમેઝોન પરથી વધુ પૈસાની બચત કરી શકો છો. જે તમે બેંક ઓફર અને એક્સચેન્જ ઓફરમાં કરી શકો છો. જૂનો ફોન એક્સચેન્જ કરવા પર તમને 22.250 રુપિયા સુધીની ઓફર મળી શકે છે. સેમસંગના બંને સ્માર્ટફોનમાં જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં નવો ફોન ખરીદવાનું વિચારતા લોકો માટે ફોન લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.
Samsung Galaxy A23 5G ના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy A23 5Gમાં 6.6 ઇંચની ફુલ HD, 120Hz રિફ્રેશ રેટ સાથે ઇન્ફિનિટી ડિસ્પ્લે, 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ છે. તેમાં 50MP ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. સેમસંગ ગેલેક્સી a23 5g (Samsung Galaxy A23 5G) ની કિંમત એમેઝોન ( Amazon ) પર ઘટી ગઈ છે. તમે 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટને માત્ર 23,999 રુપિયામાં ખરીદી શકો છો.
SAMSUNG Galaxy A34 5G
અન્ય સેમસંગ સ્માર્ટફોન, SAMSUNG Galaxy A34 5G પણ ફ્લિપકાર્ટ પર સસ્તા ભાવે ખરીદી શકાય છે. તમે હાલમાં SAMSUNG Galaxy A34 5G (Awesome Graphite, 256 GB) (8 GB RAM) હેન્ડસેટ રૂ.32,999માં 16 ટકાની છૂટ પર ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 39,499 રૂપિયા છે. આ સિવાય તમે આ ફોન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. HDFC બેંક ક્રેડિટ કાર્ડ અથવા સેમસંગ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.
SAMSUNG Galaxy A34 5G ના સ્પેસિફિકેશન્સ
સેમસંગ સ્માર્ટફોન SAMSUNG Galaxy A34 5G (Awesome Graphite, 256 GB) (8 GB RAM) હેન્ડસેટમાં 6.6 ઇંચ ફુલ HD પ્લસ ડિસ્પ્લે, 48MP + 8MP + 5MP રીઅર કેમેરા અને 13MP ફ્રન્ટ કેમેરા સેટઅપ છે. 8 જીબી રેમ અને 256 જીબી સાથેના આ હેન્ડસેટમાં 5000 એમએએચ ક્ષમતાની બેટરી છે અને તે ડાયમેન્સિટી 1080, ઓક્ટા કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે.