શોધખોળ કરો
Samsung Galaxy M01s ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર
Galaxy M01sમાં 6.2 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, પાવર માટે આ ફોનમાં 4,000 mAh બેટરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: Samsungએ પોતાની M સીરિઝમાં નવો Galaxy M01s સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન બજેટ સેગમેન્ટમાં છે. જાણો આ સ્માર્ટફોનાં શું છે ખાસ
નવા Galaxy M01s, 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટ સાથે આવે છે. જેની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોન લાઈટ બ્લૂ અને ગ્રે કલર ઓપ્શનમાં મળશે. કંપની આ ફોનના સેલ સંબંધિત જાણકારી હાલ આપી નથી.
Galaxy M01sમાં 6.2 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 720x1,280 પિક્સલ છે. પરફોરમન્સ માટે ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો P22 ચિપસેટ આપવામાં આવી છે. આ એન્ડ્રોઈડ 9 પાઈ પર આધારિત વન યૂઆઈ પર કામ કરે છે. પાવર માટે આ ફોનમાં 4,000 mAh બેટરી આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમાં 13 મેગાપિક્સલનું પ્રાયમરી સેન્સર અને 2 મેગાપિક્સલનું સેન્સર સામેલ છે. તે સિવાય સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
Galaxy M01sનો મુકાબલો Redmi Note 8 સાથે થશે. આ ફોનમાં 4GB+64GB સ્ટોરેઝ વર્ઝનની કિંમત 10499 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement