શોધખોળ કરો
સેમસંગે પોતાના બે હાઇટેક ફોનની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યાં છે આટલા સસ્તાં
ખાસ વાત છે કે સેમસંગ ગેલેક્સી M11 અને M01ની માર્કેટમાં સીધી ટક્કર રેડમી અને રિયલમી જેવી કંપનીઓ સાથે થશે. બજેટ અને મીડ રેન્જ સેગમેન્ટમાં આ સમયે આ બન્ને કંપનીઓ કેટલાય બેસ્ટ ઓપ્શન ભારતીય યૂઝર્સને આપી રહી છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં આગવુ નામ ધરાવતી સેમસંગે પોતાના ફોનની કિંમતો ઘટાડવાનુ શરૂ કરી દીધુ છે. સેમસંગે બે દમદાર ફોન ગેલેક્સી M01 અને ગેલેક્સી M11ની કિંમતોમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. ગ્રાહક હવે આ ફોનની સસ્તી કિંમતે ખરીદી શકશે.
સેમસંગ ગેલેક્સી M01 અને ગેલેક્સી M11ની કિંમતોમાં 500 થી 1000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન્સની નવી કિંમત સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ પર જોવા મળી શકે છે. ઓફલાઇન રિટેલ સ્ટૉર્સ પર પણ આ ફોન હવે તમને ઓછી કિંમતે મળશે.
આ છે નવી કિંમત
Samsung Galaxy M01ની કિંમત 400 રૂપિયા સુધી ઓછી કરી દેવામાં આવી છે, ત્યારબાદ આ ફોન 7,999 રૂપિયામં ખરીદી શકાશે. વળી પહેલા આ ફોનની કિંમત 8,399 રૂપિયા હતી, આ ઉપરાંત Samsung Galaxy M11ના 3GB RAM અને 32GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 500 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. આ પછી તમે આ ફોનને 11,499 રૂપિયામાં ખરીદી શકો છો. વળી આનુ 4GB RAM વાળુ વેરિએન્ટ હવે 11,999 રૂપિયામાં મળશે, આ પહેલા આ ફોનની કિંમત 12,999 રૂપિયા હતી.
ખાસ વાત છે કે સેમસંગ ગેલેક્સી M11 અને M01ની માર્કેટમાં સીધી ટક્કર રેડમી અને રિયલમી જેવી કંપનીઓ સાથે થશે. બજેટ અને મીડ રેન્જ સેગમેન્ટમાં આ સમયે આ બન્ને કંપનીઓ કેટલાય બેસ્ટ ઓપ્શન ભારતીય યૂઝર્સને આપી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
