Samsung Galaxy F34 5G સ્માર્ટફોન આવતીકાલે થશે લોન્ચ, 6,000mAh બેટરી સહિત હશે અનેક શાનદાર ફીચર્સ
કંપનીએ સ્માર્ટફોનને લગતા કેટલાક સ્પેસિફિકેશન અને ડિઝાઇનની માહિતી જાહેર કરી છે
કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (SAMSUNG) સોમવારે એટલે કે 7મી ઓગસ્ટે ભારતમાં તેનો 5G સ્માર્ટફોન Samsung Galaxy F34 5G લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તારીખની પુષ્ટી કરી છે. કંપનીએ સ્માર્ટફોનને લગતા કેટલાક સ્પેસિફિકેશન અને ડિઝાઇનની માહિતી જાહેર કરી છે. સમાચાર અનુસાર, ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલ સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. આ સાથે પાવરફુલ 6,000mAh બેટરી પણ હશે.
Now bumpy roads can't mess with your spectacular getaway clips. Time to capture moments without any hassle with the all-new #GalaxyF34 5G. It comes with an advanced 50MP No Shake Cam that lets you shoot shake-free videos, with ease, even when you are on the go. pic.twitter.com/bFLFfbMxCs
— Samsung India (@SamsungIndia) August 2, 2023
6.5-inch full-HD+ સુપર AMOLED ડિસ્પ્લે
સમાચાર અનુસાર, સેમસંગ છેલ્લા સાત દિવસથી ભારતમાં એફ સીરીઝના સ્માર્ટફોનને લઈને ટીજિંગ કરતી રહી છે. Samsung Galaxy F34 5G 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચ ફુલ-HD+ સુપર AMOLED ડિસ્પ્લે દર્શાવશે. ટીઝર અનુસાર, ફોનનો આગળનો ભાગ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 અને વોટરડ્રોપ સ્ટાઇલ કટઆઉટથી સજ્જ હશે.
ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ઉત્તમ હશે
કંપની અનુસાર, આ સ્માર્ટફોન ઇલેક્ટ્રિક બ્લેક અને મિસ્ટિક ગ્રીન કલરમાં ઉપલબ્ધ હશે. gadgetbridgeના સમાચાર મુજબ સેમસંગનું કહેવું છે કે આ સ્માર્ટફોન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં ગેમ ચેન્જર સાબિત થશે. ફોનના સ્ટોરેજ વિશે એવી અપેક્ષા છે કે તે 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં હશે. તમે માઇક્રો SD કાર્ડ દ્વારા 1TB સુધી સ્ટોરેજ ઉમેરી શકો છો.
શું હશે કિંમત?
ટીઝર અનુસાર, Samsung Galaxy F34 5Gની કિંમત 16-17 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ફોન 7 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર પણ ખરીદી શકશો. ફોનમાં 5Gના 11 બેન્ડ અને સ્માર્ટ હોટ સ્પોટ હશે. ફોનમાં Exynos 1280-5nm પ્રોસેસર છે, જે તમને વિડિયો ગેમ્સ રમવાનો ઉત્તમ અનુભવ આપશે.
OnePlus એ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. પ્રથમ OnePlus ફોલ્ડેબલ ફોનને ઓપન કહેવામાં આવશે અને તે આગામી અઠવાડિયામાં લોન્ચ થવાની સંભાવના છે. આગામી OnePlus ઓપન નવા લોન્ચ થયેલા Samsung Galaxy Z Fold 5 સાથે સ્પર્ધા કરશે.