શોધખોળ કરો
ગૂગલ પર ટૉપ 10 ક્રિમિનલ યાદીમાં દેખાયા મોદી, કોર્ટે ગૂગલને મોકલી નોટિસ

નવી દિલ્હી: ગૂગલ પોતાના સર્ચ એન્જિનને લઈને એક વખત ફરી ભારતીયોના નિશાને છે. આ વખતે Googleએ ટૉપ 10 ક્રિમિનલની યાદીમાં પીએમ નરેંદ્ર મોદીને બતાવીને મુશ્કેલી વહોરી લીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગૂગલ પર ગુનાહિત કેસ ચલાવવાની અરજીનો સ્વીકાર કરી લીધો છે. તેના સિવાય કંપનીએ નોટિસ પણ મોકલી દીધી છે. હવે આ મામલે સૂનવણી 31 ઓગસ્ટે થશે. અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ સુશીલ મિશ્રાએ એક અરજી દાખલ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, કોઈ પણ માણસ ગૂગલ પર જઈને ટૉપ 10 ક્રિમિનલ સર્ચ કરે છે તો પીએમ મોદીની તસવીર સામે આવે છે. આ અત્યંત આપત્તિજનક છે અને ગૂગલની સામે ગૂનાહિત કેસ ચલાવવાની માંગ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે અરજીને મંજૂર કરતાં ગૂગલ, કંપનીના સીઈઓ અને ઈંડિયા હેડની સામે નોટિસ જાહેર કરી દીધી છે. અરજીકર્તાએ એ પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેને આ આપત્તિ વિશે ગૂગલને મોદીની તસવીર હટાવવા કહ્યું તો પણ કંપનીએ કોઈ કદમ ઉઠાવ્યું નહોતુ. ઉલ્લેખનીય છે કે, ગૂગલ પહેલા પણ આખા વિશ્વમાં આપત્તિજનક સર્ચ રિઝલ્ટ રજૂ કરવાને લઈને વિવાદોમાં અને ન્યાયિક તપાસમાં સંડોવાયું છે.
વધુ વાંચો




















