શોધખોળ કરો

SIM કાર્ડના નવા નિયમ! 10 ઓક્ટોબરથી થશે લાગૂ, ઉલ્લંઘન કરવા પર થશે 10 લાખ રૂપિયાનો દંડ 

નકલી મોબાઈલ સિમ કાર્ડના કારણે સૌથી વધુ છેતરપિંડી  થઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રાઈ દ્વારા મોબાઈલ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નકલી મોબાઈલ સિમ કાર્ડના કારણે સૌથી વધુ છેતરપિંડી  થઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રાઈ દ્વારા મોબાઈલ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, નકલી સિમ કાર્ડ કનેક્શનને  પોઈન્ટ ઓફ સેલથી એક્ટિવ કરવામાં આવતુ હતું. આવી સ્થિતિમાં ટ્રાઈએ છેતરપિંડીથી બચવા માટે સિમ કાર્ડ વેચતા હોલસેલર્સ માટે નિયમો કડક બનાવ્યા છે. સિમ કાર્ડ માટેના નવા નિયમો 10 ઓક્ટોબરથી અમલમાં આવશે. જો કોઈ 30 સપ્ટેમ્બર પછી રજિસ્ટ્રેશન વગર સિમ વેચતા જોવા મળશે તો તેના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

હવે દરેક શેરીના ખૂણે કોઈ પણ સિમ કાર્ડ વેચી શકશે નહીં. આ માટે લાયસન્સ લેવું પડશે. લાઇસન્સ આપવાની આ પ્રક્રિયા ખૂબ જ કડક હશે. આધાર અને પાસપોર્ટ જેવી વેરિફિકેશન થશે. તેમજ પોલીસ વેરીફીકેશન પણ કરવામાં આવશે. જો કોઈ ફોજદારી કેસ તમારા નામે નોંધવામાં આવશે. અથવા જો તમે કોઈપણ  ફ્રોડ પ્રવૃત્તિઓમાં સામેલ છો, તો તમને સિમ કાર્ડ વેચવાનું લાઇસન્સ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તમે કોને ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છો ? તમારા એજન્ટ અને વિતરકનું પોલીસ વેરિફિકેશન પણ થશે.

ટેલિકોમ ઓપરેટેડ પોઈન્ટ ઓફ સેલનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન ચેક કરવું પડશે. વેરિફિકેશન માટે સિમ વિક્રેતાએ આધાર અને પાસપોર્ટની વિગતો સાથે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર અને બિઝનેસ લાઇસન્સ જેવા ચોક્કસ દસ્તાવેજો આપવા પડશે. આ સિવાય વર્કિંગ એડ્રેસ અને સ્થાનિક રહેઠાણની માહિતી આપવાની રહેશે. આ સિવાય સિમ વેચનારને આધાર આધારિત ઇ-કેવાયસી જેવી બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. સિમ કાર્ડ ડીલરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે લોકો તેનું ઉલ્લંઘન કરશે તેમને 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. 

સિમ કાર્ડ ડીલરોનું વેરિફિકેશન ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેઓ ડીલરની નિમણૂક કરતા પહેલા ચકાસણી માટે દરેક અરજદાર અને તેના વ્યવસાય સંબંધિત દસ્તાવેજોની વિગતો એકત્રિત કરશે.

દેશમાં સાયબર છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી કર્યા પછી તરત જ સિમ કાર્ડ બદલી નાખે છે. થોડા સમય પહેલા ઓડિશામાં 16000 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિમકાર્ડ એવા લોકોના નામે લેવામાં આવ્યા હતા જેમને તેની જાણ ન હતી.

દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget