શોધખોળ કરો
હવે તમારા બજેટમાં હશે આ 6 સ્ટાયલિશ સ્માર્ટફોન, કિંમતમાં થયો 7000 રૂપિયા સુધીનો ઘટાડો
ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ખુબ મોટુ છે. અહીં ખાસ કરીને સસ્તા અને બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનનો ક્રેઝ વધુ છે. જેના કારણે સ્માર્ટફોન મેકર અહીં આ સેગમેન્ટના ફોન વધુ લૉન્ચ કરી રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ખુબ મોટુ છે. અહીં ખાસ કરીને સસ્તા અને બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનનો ક્રેઝ વધુ છે. જેના કારણે સ્માર્ટફોન મેકર અહીં આ સેગમેન્ટના ફોન વધુ લૉન્ચ કરી રહી છે. જો તમે બેસ્ટ અને બજેટ સ્માર્ટફોન સ્ટાઇલિશ સાથે ખરીદવા ઇચ્છતા હોય તો અહીં છ ફોન તમારી પહેલી પસંદ બની શકે છે. સ્ટાઇલિશ સ્માર્ટફોન..... Samsung Galaxy Z Flip આ ફોન આ વર્ષે લૉન્ચ થયો છે, સેમસંગનો આ ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં હવે 7,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ફોનની કિંમત 1,15,999 રૂપિયા હતી, પરંતુ હવે આને 1,08,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. Samsung A50s બે વેરિએન્ટમાં મળનારા Samsung Galaxy A50sની કિંમત પણ ઓછી કરી દેવામાં આવી છે. હાલ આના પર કંપની તરફથી 6,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 4GB રેમ વાળા ફોનની કિંમત હાલ 18,599 રૂપિયા છે, અને 6GB રેમ વાળા ફોનની કિંમત 20,561 રૂપિયા છે. OnePlus 7T Pro OnePlus 7T Proની કિંમતમાં પણ 7,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આને 47,999 રૂપિયામાં ખરીદી શકો છો. Oppo Reno 3 Pro Oppo Reno 3 Pro પર 3000 રૂપિયા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. ફોન બે વેરિએન્ટમાં મળે છે. પહેલુ 128GB સ્ટૉરેજને 2000 રૂપિયા સસ્તો કરી દેવાયો છે, હવે આ ફોન 27,990 રૂપિયામાં મળી જશે. વળી, 256GB સ્ટૉરેજનો ફોન 3000 રૂપિયાના ઘટાડા સાથે હવે તમને 29,990 રૂપિયામાં મળી જશે. Vivo V19 Vivo V19ના બે વેરિએન્ટ છે. 4GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, હવે આ ફોન 24,990 રૂપિયામાં ખરીદી શકાય છે. 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 4000 રૂપિયાનો ઘટાડો કર્યો છે હવે આ ફોન 27,990 રૂપિયામાં મળી રહ્યો છે. iQOO 3 iQOO 3 ફોન હવે 4,000 રૂપિયા સસ્તો થઇ ગયો છે. 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 38,990 રૂપિયા હતી, જે હવે 34,990 રૂપિયા કરી દેવામાં આવી છે. વળી 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 41,900 રૂપિયાથી ઘટીને 37,990 રૂપિયા થઇ ગઇ છે.
વધુ વાંચો





















