તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ
તાલિબાનોએ ટિકટૉક અને પબજી ગેમને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો છે. તાલિબાનોએ કહ્યું કે, આ અફઘાનિસ્તાનના યુવાઓને ભટકાવી રહુ છે
કાબુલઃ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હવે એક્શનમાં આવી ગઇ છે, ગુરુવારે તાલિબાને વીડિયો શેરિંગ એપ ટિકટૉક અને સર્વાઇવલ શૂટર પ્લેયર યૂએનડૉગ્સ બેટલગ્રાઉન્ડ પબજી ગેમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
તાલિબાનોએ ટિકટૉક અને પબજી ગેમને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો છે. તાલિબાનોએ કહ્યું કે, આ અફઘાનિસ્તાનના યુવાઓને ભટકાવી રહુ છે. ફોન એપ અફઘાનોમાં ખુબ લોકપ્રિય છે, તેમની પાસે મનોરંજન માટે માત્ર થોડાક જ આઉટલેટ્સ રહી ગયા છે, કેમ કે કટ્ટર તાલિબાનો ગયા વર્ષથી જ્યારથી સત્તામાં વાપસી કરી છે ત્યારથી સંગીત, ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
તાલિબાની કેબિનેટે એક પોતાના નિવેદનમાં કહ્યુ, આવી એપ્સએ દેશની યુવા પેઢીને ભટકાવી દીધી, દૂરસંચાર મંત્રાલયએ તેમને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયને ટીવી ચેનલોને અનૈતિક સામગ્રી બતાવવાથી રોકવાનો પણ આદેશ આપ્યો છે. જોકે ચેનલ પર સમાચાર અને ધાર્મિક સામગ્રીથી પરે ઘણુ ઓછુ પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે. તાલિબાને ઓગસ્ટમાં સત્તામાં આવ્યા બાદ દાવો કર્યો કે ગયા શાસનકાળની સરખામણીએ તેઓ આ વખતે ઈસ્લામી શાસનનુ એક નરમ સંસ્કરણ લાગુ કરશે. જોકે, ધીમે-ધીમે તાલિબાને સામાજિક જીવન પર પ્રતિબંધ લાગુ કરવાનુ શરૂ કરી દીધુ છે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ