DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો થશે. IPLની આ સિઝનમાં દિલ્હી પ્રથમવાર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.
DC vs RR, Probable Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો થશે. IPLની આ સિઝનમાં દિલ્હી પ્રથમવાર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આઈપીએલની આ સિઝનમાં દિલ્હીએ છ મેચ રમી હતી જેમાંથી 3 મેચ જીતી હતી. રાજસ્થાને પણ આ સિઝનમાં છ મેચ રમી હતી જેમાં 4 મેચ જીતી હતી. દિલ્હીએ તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જેમાં તેણે 9 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ રાજસ્થાને તેની છેલ્લી રમત કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી, જ્યાં તેણે 7 રનથી જીત મેળવી હતી.
વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટિંગ માટે સારી રહી છે. ટૂંકી બાઉન્ડ્રી મેચને હાઇસ્કોરિંગ બનાવે છે. મેદાન પર ભારે ઝાકળની અસર જોવા મળશે અને બંને ટીમો ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવા માંગશે. વાનખેડે સ્ટેડિયમમાં સુપર-ફાસ્ટ આઉટફિલ્ડ સાથે હાઈ સ્કોરિંગ મેચ હંમેશા રોમાંચક રહી છે. આ વિકેટ પર પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 164 રન છે. બીજા નંબર પર બેટિંગ કરી રહેલી ટીમનો અહીં શાનદાર રેકોર્ડ છે. આ મેદાન પર પીછો કરતી ટીમની જીતની ટકાવારી 60 છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ખલીલ અહમદ
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજૂ સેમસન, કરુણ નાયર, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ડ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય