Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને Flipkart બિગ બિલિયન ડેઝ સેલ 2022 આ દિવસે થશે શરૂ, ઓફરો જાણીને તમે પણ ચોંકી જશો.......
Amazon નો Great Indian Festival અને Flipkart ની Big Billion Days સેલ આ વર્ષે 23 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.
Amazon Flipkart Festival Sale: ભારતની બે ઇ-કોમર્સ દિગ્ગજ Amazon અને Flipkart બન્ને પોતાની મોટા દિવાળી સેલ માટે તૈયાર થઇ ચૂક્યા છે. Amazon નો Great Indian Festival અને Flipkart ની Big Billion Days સેલ આ વર્ષે 23 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Amazon Great Indian Festival) સેલ સેમસંગ અને iQoo દ્વારા સ્પૉન્સર્ડ છે, જ્યારે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ (Flipkart ની Big Billion Days) Noise, Asus અને Poco દ્વારા સ્પોન્સર્ડ છે. જાણો બન્ને સેલ વિશે ડિટેલ્સમાં.........
અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ -
Amazon Great Indian Festival સેલ સેમસેગ અને iQoo દ્વારા સ્પોન્સર્ડ છે, એટલા માટે આ સેલમાં આ બન્ને બ્રાન્ડની કેટલીક સારી ઓફરો મળવાની આશા છે. સેલ શરૂ થયા બાદ વનપ્લેસ, સેમસંગ, આઇક્યૂઓએ અને શ્યાઓમી જેવા સ્માર્ટફોન નિર્માતાઓ પાસેથી ડિસ્કાઉન્ટ અને ઓફર મળી શકે છે. Amazonએ એ પણ સંકેત આપ્યો છે કે Redmi 11 Prime 5G, iQoo Z6 Lite 5G અને તાજેતરમાં જ લૉન્ચ iPhone 14 સીરીઝ પર કેટલીક ઓફર્સ મળી શકે છે. જે લોકો સ્માર્ટવૉચ, લેપટૉપ, હેડફોન અને અન્ય ટેબલેટ જેવી અન્ય ઇલેક્ટ્રૉનિક પ્રૉડક્ટ્સ ઇચ્છે છે, તેમને 75% સુધીની છૂટ મળી શકે છે. ઇ-કોમર્સ અમેઝૉને કહ્યું કે, વેચાણ શરૂ થયાના દર છ કલાકે નવી ઓફર રિલીઝ કરીશું.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ -
ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે કહ્યું કે તે બ્રાન્ડેડ પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપશે. Poco F4, Pixel 6a, Poco X4 Pro 5G, Oppo Reno 8, Motorola Edge 30, Realme 9 5G, Poco C31, Vivo T1 5G અને Samsung F13ને ખરીદવા વિશે વિચારનારા લોકો એ જાણીને ખુશ થશે કે આ ફોન આ ફોન ફ્લિપકાર્ટ દ્વારા આ સેલમાં ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સેલ Noise, Asus અને Poco દ્વારા સ્પોન્સર્ડ છે. એટલા માટે આ બ્રાન્ડમાં પણ ડિસ્કાઉન્ટની આશા રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ સેલમાં Google Pixel 6a પર પણ એક શાનદાર ડિસ્કાઉન્ટ છે, જેનો ખુલાસો પહેલાથી જ થઇ ચૂક્યો છે.
ફ્લિકાકાર્ટ ગેમિંગ લેપટૉપ પર 40 ટકા સુધી અને મૉનિટ અને પ્રિન્ટર પર 80 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ટીવી અને અન્ય ઇલેક્ટ્રૉનિક પ્રૉડક્ટ્સ પર પણ 80 ટકા સુધીની છૂટ મળશે. આ ઉપરાંત ઇ-કોમર્સ દિગ્ગજ ફ્લિપકાર્ટ આઇસીઆઇસીઆ બેન્ક (ICICI Bank) અને એક્સિસ બેન્ક (Axis Bank) કાર્ડ રાખનારાઓ માટે 10 ટકાની તાત્કાલિક છૂટ આપી રહ્યું છે.