શોધખોળ કરો
Advertisement
હવે WhatsApp પર નકલી તસવીર મોકલતા પહેલા થઈ જાવ સાવધાન, આવ્યું નવું ફીચર
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp પોતાના યૂઝર્સ માટે ચેટ અનુભવ વધું સારો બનાવવા માટે સતત નવા નવા અપડેટ્સ જારી કરતું રહ્યું છે. આ જ ક્રમમાં Whatsappએ હાલમાં જ પોતાના 2.19.73 બીટા અપડેટ જારી કર્યું છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે જારી કરવામાં આવેલ આ અપડેટમાં બે નવા ફીચર આપવામાં આવ્યા છે. અપડેટમાં ‘સર્ચ ઈમેજ’ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી એ જાણી શકાશે કે ફોટો અસલી છે કે નકલી. આ વાતની જાણકારી WaBetaInf એ આપી છે.
અહેવાલ અનુસાર આ ફિચર આવ્યાં બાદ યૂઝર્સને ચેટ વિન્ડોમાં સર્ચ ઇમેજના નામથી એક અલગ ટેબ દેખાશે. જેના પર ક્લિક કરતા જ વોટ્સએપ યૂઝર્સને ગૂગલ બ્રાઉઝર પર લઇ જશે. જ્યા ફોટો અપલોડ કરવામાં આવશે. જેનાથી યૂઝર્સને ફોટાનો સોર્સ ખબર પડી જશે. હાલમાં, આ સુવિધા ટેસ્ટીંગ મોડમાં છે અને કંપની સત્તાવાર તેને ક્યારે જારી કરશે તેની કોઈ માહિતી મળી નથી. લાગે છે કે, વોટ્સએપના આ ફીચરથી ફેક ન્યૂઝ પર નિયંત્રણ મેળવી શકાશે.
ચૂંટણી પંચે તાજેતરમાં લોકસભાની ચૂંટણી 2019ની તારીખો જાહેર કરી છે. દરમિયાન કમિશને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ માટે કડક દિશાનિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, ઉમેદવારોએ નોમિનેશન ફાઇલિંગ સમયે ફેસબૂક, ટ્વિટર વિશે પૂરા જાણકારી આપવી પડશે, આ ઉપરાંત ઉમેદવારે ફેસબૂક અથવા ટ્વિટર પર રાજનીતિક જાહેરાતને પોસ્ટ કર્યા પહેલા પ્રમાણિત કરવું પડશે. એટલું જ નહીં નવા ઉમેદવાર ફેસબૂક, ટ્વિટર અથવા યૂટ્યુબ કોઇ પણ કોઇ રાજનીતિક જાહેરાત પોસ્ટ નહીં કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement