શોધખોળ કરો
WhatsApp પર આ રીતે કરો એકસાથે 50 લોકો સાથે વીડિયો કૉલ, જાણો મેસેન્જર રૂમ્સની આખી પ્રૉસેસ
થોડાક દિવસો પહેલા ફેસબુક પોતાના યૂઝર્સ માટે Messenger Rooms ફિચર લઇને આવ્યુ છે. આ ખાસ ફિચર દ્વારા 50 લોકોની સાથે ગ્રૃપ વીડિયો કૉલ કરી શકાય છે. આ પછી કંપની ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ યૂઝર્સ માટે પણ રિલીઝ કરી દીધુ
![WhatsApp પર આ રીતે કરો એકસાથે 50 લોકો સાથે વીડિયો કૉલ, જાણો મેસેન્જર રૂમ્સની આખી પ્રૉસેસ whatsapp process on how to do video calling with 50 people WhatsApp પર આ રીતે કરો એકસાથે 50 લોકો સાથે વીડિયો કૉલ, જાણો મેસેન્જર રૂમ્સની આખી પ્રૉસેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/21153701/Whatsapp-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ફેસબુક પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લઇને આવતુ રહે છે, થોડાક દિવસો પહેલા ફેસબુક પોતાના યૂઝર્સ માટે Messenger Rooms ફિચર લઇને આવ્યુ છે. આ ખાસ ફિચર દ્વારા 50 લોકોની સાથે ગ્રૃપ વીડિયો કૉલ કરી શકાય છે. આ પછી કંપની ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ યૂઝર્સ માટે પણ રિલીઝ કરી દીધુ. પરંતુ બહુજ ઓછા લોકો વૉટ્સએપ રુમ્સ બનાવવા અને તેને યૂઝ કરવાનુ જાણે છે. આજે અમે તમને તે શીખવાડીશું.
WhatsApp Messenger Room માટે યૂઝર્સની પાસે આનુ લેટેસ્ટ વર્ઝન હોવુ ખુબ જરૂરી છે. આ ઉપરાંત ફેસબુક મેસેન્જરનુ પણ અપડેટ વર્ઝન હોવુ જરૂરી છે.
50 લોકો સાથે આમ કરો વીડિયો કૉલ
1. સૌથી પહેલા WhatsApp ઓપન કરીને કૉલના ઓપ્શનને સિલેક્ટ કરો
2. આ પછી Create a room ઓપ્શન પર ક્લિક કરો
3. હવે તમે જેવા જ Continue in Messenger ઓપ્શન પર જશો, આ તમને મેસેન્જર એપ પર લઇ જશે
4. હવે Try it, when prompted પર ક્લિક કરો
5. આ પછી Create Room પર ક્લિક કરો અને રૂમનુ એક નામ રાખો
6. હવે Send Link on WhatsApp પર ક્લિક કરો, આનાથી વૉટ્સએપ ફરીથી ખુલી જશે
7. હવે આ રૂમની લિંકને કૉન્ટેક્ટ કે ગ્રુપ્સમાં શેર કરી શકો છો
WhatsApp પર Rooms જૉઇન કરવાની રીત
1. WhatsApp પર મળેલી રૂમ લિંક પર ક્લિક કરો
2. આ લિંક મેસેન્જર એપ કે વેબસાઇટ પર લઇ જશે
3. હવે રૂમ જૉઇન કરવાની સાથે જ એકસાથે 50 લોકોને વીડિયો કે ઓડિયો કૉલ કરી શકો છો
![WhatsApp પર આ રીતે કરો એકસાથે 50 લોકો સાથે વીડિયો કૉલ, જાણો મેસેન્જર રૂમ્સની આખી પ્રૉસેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/21153717/Whatsapp-04-300x150.jpg)
![WhatsApp પર આ રીતે કરો એકસાથે 50 લોકો સાથે વીડિયો કૉલ, જાણો મેસેન્જર રૂમ્સની આખી પ્રૉસેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/21153701/Whatsapp-03-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)