Xiaomi 11T Pro Launched: Xiaomi 11T Pro ભારતમાં થયો લોન્ચ, 17 મિનિટમાં થશે 100 ટકા બેટરી ચાર્જ
Xiaomi 11T Pro Launched: ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAH બેટરી આપવામાં આવી છે. જે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે ફોન માત્ર 17 મિનિટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ થઈ જાય છે
Xiaomi 11T Pro ભારતમાં લોન્ચ થઈ ગયો છે. કંપનીએ આને 3 વેરિએન્ટમાં લોન્ચ કર્યું છે. આ ડ્યુઅલ-સિમ (નેનો) સ્માર્ટફોન છે. Xiaomi 11T Pro 5G એન્ડ્રોઇડ 11 પર બેઝ MIUI 12.5 પર કામ કરે છે. તેમાં 6.67-ઇંચની ફુલ-એચડી + (1,080x2,400 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે. તે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ દ્વારા સુરક્ષિત છે. હાર્ડવેર વિશે વાત કરીએ તો ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 SoC દ્વારા સંચાલિત છે, જે Adreno 660 GPU અને 12GB સુધી LPDDR5 RAM સાથે જોડાયેલ છે.
કેવા છે કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઈમરી કેમેરો 108 મેગાપિક્સલ, એક કેમેરો 8 મેગાપિક્સલ અને કેમેરો 5 મેગાપિક્સલનો છે. તે જ સમયે, તેમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
કેટલી મિનિટમાં થશે ફૂલ ચાર્જ
ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAH બેટરી આપવામાં આવી છે. જે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે ફોન માત્ર 17 મિનિટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. ફોનનું વજન 204 ગ્રામ છે.
કેટલી છે કિંમત
કંપનીએ તેના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત રૂ.39999 છે. 8GB રેમ અને 256GB ઇન્ટરનલ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા છે. 12GB રેમ અને 256GB ઇન્ટરનલ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 43999 રૂપિયા છે. સ્ટેટ બેંકના કાર્ડથી Xiaomi 11T Pro ખરીદવા પર 4500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અથવા રૂ. 5000 સુધીની વધારાની એક્સચેન્જ ઓફર છે.
કોની સાથે થશે સ્પર્ધા
તે Samsung Galaxy A52s 5G, Samsung Galaxy S20 FE, IQOO 7 Legend, OnePlus 9RT 5G, iphone 12mini, Realme X50 Pro, Apple iphone XR, Oppo Reno 6 Pro 5G અને Google Pixel 5A જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે.