શોધખોળ કરો
Xiaomi એ એક સપ્તાહમાં વેચ્યા 50 લાખ સ્માર્ટફોન, આ કંપનીઓને છોડી પાછળ
સ્માર્ટફોન કંપની એમઆઈ ઈન્ડિયાએ ફેસ્ટિવલ સેલ દરમિયાન સપ્તાહમાં 50 લાખ ફોનનું વેચાણ કર્યું છે.

સ્માર્ટફોન કંપની એમઆઈ ઈન્ડિયાએ ફેસ્ટિવલ સેલ દરમિયાન સપ્તાહમાં 50 લાખ ફોનનું વેચાણ કર્યું છે. આ વાતની જાણકારી કંપનીએ શુક્રવારે આપી છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને અમેઝોન પોતાની પ્રથમ ફેસ્ટિવ સેલ 16 ઓક્ટોબરથી શરૂ કરી હતી. જેમાં ફ્લિપકાર્ટની સેલ 21 ઓક્ટોબરે પૂરી થઈ હતી.
MIએ પહોંચાડ્યા દેશભરમાં ફોન
એમઆઈ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે દેશભરમાં તેના યૂઝર્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ સિવાય 15000થી વધારે રિટેલ શોપમાંથી પણ તેના ફોનની ખરીદી કરી શકો છો. આ બંને કંપનીઓ સિવયા એમઆઈ ડૉટ કોમએ દેશના 17,000 પિનકોડ સુધી લોકોને ફોન પહોંચાડવામાં મદદ કરી.
એમઆઈ ઈન્ડિયાન મુખ્ય કારોબારી અધિકારી રઘુ રેડ્ડીએ કહ્યું 50 લાખ ગ્રાહકો અમારી પ્રોડક્ટ પર વિશ્વાસ કર્યો તે એક મોટી ઉપલબ્ધિ છે. જ્યાં સુધી અમને ખબર છે અને કોઈપણ બ્રાન્ડે આ પહેલા આવો કીર્તિમાન સ્થાપિત નથી કર્યો. અમે યોગ્ય ભાવમાં લોકોને સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપવાનું ચાલુ રાખશું.
આ કંપનીઓને છોડી પાછળ
આ સેલના વેચાણના મામલામાં કંપનીએ વનપલ્સ, સેમસંગ, વીવો, ઓપ્પો જેવી કંપનીઓને પાછળ છોડી દીધી છે. કંપનીનું કહેવું છે કે આગળ પણ આ પ્રકારના પ્રોડક્ટ સાથે વેચાણમાં રેકોર્ડ બનાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
