Goodbye: માઇક્રોસૉફ્ટનો મોટો ફેંસલો, 28 વર્ષ બાદ કંપની કૉમ્પ્યુટરમાંથી ગાયબ કરવા જઇ રહી છે આ ખાસ સર્વિસ
વર્ડપેડ એ માઇક્રોસૉફ્ટ વિન્ડૉઝનું ઇનબિલ્ટ સૉફ્ટવેર છે, જે વિન્ડૉઝની સાથે ઓટોમેટિકલી ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ સૉફ્ટવેરનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે,

WordPad: દુનિયાની મોટી ટેક કંપની ગણાતી માઇક્રોસૉફ્ટ ફરી એકવાર પોતાની સર્વિસને લઇને ચર્ચામાં આવી છે. માઇક્રોસૉફ્ટ પોતાના ઈન-બિલ્ટ વિન્ડૉ સૉફ્ટવેર વર્ડપેડને 28 વર્ષ પછી બંધ કરવા જઈ રહી છે. વર્ડપેડ હંમેશા વિન્ડૉઝ ઓપરેટિંગ સિસ્ટમનો મહત્વનો ભાગ રહ્યું છે. કૉમ્પ્યુટર યૂઝર્સ અનુસાર, માઇક્રોસૉફ્ટે લાંબા સમયથી વર્ડપેડનું કોઈ અપડેટ બહાર પાડ્યું નથી. આવામાં એવું માનવામાં આવે છે કે માઇક્રોસૉફ્ટ ખૂબ જ ટૂંક સમયમાં વિન્ડોઝમાંથી વર્ડપેડ સપૉર્ટ હટાવી દેશે.
એક રિપોર્ટ અનુસાર માઇક્રોસૉફ્ટે કહ્યું છે કે, તે વર્ડપેડને હટાવી રહ્યું છે કારણ કે તે અપડેટ નથી થઈ રહ્યું. ઉપરાંત વર્ડ પેડના ઓપ્શન તરીકે માઇક્રોસૉફ્ટ ટેક્સ્ટ ડૉક્યૂમેન્ટ્સ માટે એમએસ વર્ડ અને નૉટપેડ પર વધુ ભાર આપી રહ્યું છે. હાલમાં જ કંપનીએ નૉટપેડનું અપડેટેડ વર્ઝન પણ રજૂ કર્યું છે.
કઇ રીતે કરતું હતુ WordPad
વર્ડપેડ એ માઇક્રોસૉફ્ટ વિન્ડૉઝનું ઇનબિલ્ટ સૉફ્ટવેર છે, જે વિન્ડૉઝની સાથે ઓટોમેટિકલી ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ સૉફ્ટવેરનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે, આ માટે તમારે ફક્ત માઉસ પર જમણું ક્લિક કરવાનું રહેશે અને તમને વર્ડપેડનો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરીને તમે નવી ફાઇલ બનાવી શકો છો અને તેને તમારી પસંદગી મુજબ નામ આપી શકો છો.
વિન્ડોઝ 12માં નહીં હોય WordPad -
આજનો યુગ AI પર આધારિત છે, તેથી માઇક્રોસૉફ્ટ જનરેટિવ AI પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે Windows 12 પણ AI સંચાલિત ફિચર્સ સાથે આવશે. આવામાં હવે માઇક્રોસૉફ્ટ વર્ડપેડ જેવા અન્ય ઘણા ઇન-બિલ્ટ સૉફ્ટવેરને બંધ કરવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં માઇક્રોસૉફ્ટ દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
માઇક્રોસૉફ્ટ સંપૂર્ણપણે જેનરિક AI પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને આ અંતર્ગત કંપનીએ તેના તમામ નવા AI સંચાલિત Bing માટે અલગ-અલગ અપગ્રેડ રિલીઝ કર્યા છે. તેમાં ઇમેજ જનરેશનથી લઈને વૉઇસ ઇનપુટ સુધીના નવા ફિચર્સનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ વિશ્વભરના યૂઝર્સ દ્વારા કરવામાં આવે છે.





















