(Source: ECI/ABP News/ABP Majha)
Google Bard ની જાહેરાત, ChatGPT અને Midjourneyને આપશે ટક્કર, 180 દેશોમાં મળશે સર્વિસ
Google BARD ની મદદથી તમે ફોટો માટે કેપ્શન લખી શકો છો
Google I/O 2023 માં કંપનીએ પોતાનું AI ચેટબોટ BARD લોન્ચ કર્યું છે. કંપનીએ આ સેવાને 180 દેશોમાં યુઝર્સ માટે લાઈવ કરી છે. ટૂંક સમયમાં BARD અન્ય ઘણા દેશોમાં પણ ઉપલબ્ધ થશે. ગૂગલે જણાવ્યું કે તેમની આ સેવા ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને ટૂંક સમયમાં તેમાં અન્ય ભાષાઓનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે.
The technology shift with AI is as big as they come. That’s why it’s so important that we make AI helpful for everyone — and we can’t do it alone. We look forward to building the future together. Read @SundarPichai's blog post from #GoogleIO ⬇️ https://t.co/YZefBMh26Z
— Google (@Google) May 10, 2023
તમે તેનો ઉપયોગ અંગ્રેજી, જાપાનીઝ અને કોરિયન ભાષાઓમાં કરી શકશો. Google BARD માં તમને કોઇ પણ વિષય પણ જવાબ મળશે. સાથે સાથે આમાં તમને Google Maps, Lens અને Adobe FireFly જેવા ફિચર્સ મળશે.
ChatGPT ને ટક્કર આપશે Google BARD
Google BARD ની મદદથી તમે ફોટો માટે કેપ્શન લખી શકો છો. એટલું જ નહીં, તે તમને કોઈપણ વિષય પર સર્ચ કરીને માહિતી આપી શકે છે. જો કે, તમને આ બધી સુવિધાઓ ChatGPT માં પણ મળશે, પરંતુ ગૂગલે તેને અન્ય ઘણા ટૂલ્સ સાથે ઉમેરવાનું નક્કી કર્યું છે. તેની મદદથી Google BARD નો ઉપયોગ ઘણો આનંદદાયક બનશે.
Google માત્ર ChatGPT સાથે સ્પર્ધા કરવાની તૈયારી નથી કરી રહ્યું, પરંતુ કંપની Midjourney જેવા ફોટો જનરેટ કરતા બોટ્સ સાથે પણ સ્પર્ધા કરશે. યુઝર્સને Adobe Firefly સાથે BARD સપોર્ટ પણ મળશે. તેની મદદથી યુઝર્સ કોઈપણ કલ્પનાને ફોટામાં કન્વર્ટ કરી શકશે. આ માટે, તેઓ અવાજ અથવા ટેક્સ્ટની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.
BARD સાથે Google Lens, Map
ગૂગલે તેના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે કે કેવી રીતે AIને યુઝર્સના જીવનનો હિસ્સો બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે Google BARD ને કોઈ વિષય વિશે પૂછો છો તો તે તમને તેના વિશે માત્ર જવાબ જ નહીં આપે, પરંતુ તમે તે સંબંધિત ફોટા પણ જોઈ શકો છો.
એટલું જ નહીં, તમે નકશા પર તે વિષયો સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. ગૂગલે બાર્ડ વિશે જણાવવાનું શરૂ કર્યું છે. આ AI ચેટબોટ 20 ભાષાઓમાં કોડિંગ કરી શકે છે. આમાં યુઝર્સને ડાર્ક મોડનો વિકલ્પ પણ મળશે.