Google Chromeનું શાનદાર ફીચર્સ, આ કામ સરળ કરવાની સાથે સેફ્ટીની પણ આપે છે ગેરંટી
ગૂગલ ક્રોમ તાજેતરમાં જનરેટિવ AI વાળા ટૂલ હેલ્પ મી રાઈટથી સજજ્ કરવામાં આવ્યું છે. તે ઇમેઇલ્સ ડ્રાફ્ટ કરવામાં, ફોર્મ ભરવામાં અને વેબસાઇટ પોસ્ટ્સ બનાવવામાં મદદ કરે છે. ફક્ત કોઈપણ ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને હેલ્પ મી રાઈટ સિલેક્ટ કરો

Google Chromeના ગૂગલ ક્રોમ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે. વિદ્યાર્થીઓથી લઈને વ્યાવસાયિકો સુધી દરેક વ્યક્તિ તેનો ઉપયોગ દરરોજ કરે છે. તેના ફીચર્સના કારણે તે અનેક લોકોનું પસંદગનીનું બ્રાઉઝર બન્યું છે. તેની સુવિધાઓ તેને યુઝર્સ માટે અત્યંત સરળ અને અનુકૂળ બનાવે છે. આજે અમે આમાંની કેટલીક ફીચર્સ વિશે જણાવી રહ્યાં છીએ. જે તમને તમારું કામ ઝડપથી અને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.
હેલ્પ મી રાઈટ
ગૂગલ ક્રોમ તાજેતરમાં જનરેટિવ AI વાળા ટૂલ હેલ્પ મી રાઈટથી સજજ્ કરવામાં આવ્યું છે. તે ઇમેઇલ્સ ડ્રાફ્ટ કરવામાં, ફોર્મ ભરવામાં અને વેબસાઇટ પોસ્ટ્સ બનાવવામાં મદદ કરે છે. ફક્ત કોઈપણ ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને હેલ્પ મી રાઈટ સિલેક્ટ કરો. તેના પર પ્રોમ્પ્ટ આપીને તમે ઇમેઇલથી લઈને રિવ્યુ મીક્ષા સુધી કંઈપણ લખી શકો છો.
મેમરી એન્ડ એનર્જી સેવર
ક્રોમના પર્ફોર્મન્સ સેક્શનમાં મેમરી અને પાવર ઓપ્ટિમાઇઝેશનનું ફીચર મળે છે. તેનો મેમરી સેવર મોડ ઇનએક્ટિવ ટૈબ્સને આરોઆપ પોઝ કરી દે છે. જેના કારણે રૈમ પર સ્પેસ ખાલી થઇ જાય છે. તેમજ એનર્જી સેવર મોડ બેકગ્રાઉન્જ પોસેસને ઓછું કરીને બેટરી બચાવવામાં મદદ કરે છે.
AI થી બનાવો કસ્ટમ થીમ્સ
જો તમે ક્રોમની થીમ્સથી કંટાળી ગયા છો, તો તમે AI નો ઉપયોગ કરીને તેને જનરેટ કરી શકો છો. આ કરવા માટે, ક્રોમ કસ્ટમાઇઝેશન વિકલ્પ પર જાઓ અને "Change Theme" પર ક્લિક કરો. પછી તમને "Create with AI" વિકલ્પ દેખાશે. અહીં, તમે તમારા પસંદગીનું પ્રોમ્પ્ટ સબમિટ કરીને તમારી પોતાની થીમ ક્રિએટ કરી શકો છો.
સેફ બ્રાઉજિંગ
સાયબર ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે બ્રાઉઝ કરતી વખતે સલામતી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગૂગલ ક્રોમ આ આપમેળે કરે છે. તેમાં ઇનહેસ્ડ સેફ બ્રાઉઝિંગ 2.0 મળે છે. જે જે રીઅલ-ટાઇમ થ્રેટ ડિટેક્ટ કરી લે છે. ફિશિંગ અથવા માલવેરનું જોખમ ઘટાડે છે. તેને એક્ટિવ કરવા માટે, સેટિંગ્સ > પ્રાઇવેસી અને સિક્યુરિટી પર જાઓ. સેફ બ્રાઉઝિંગ પર ક્લિક કરો અને ઇનહૈંસ્ડ પ્રોટેકશનને ઇનેબલ કરી લો.





















