શોધખોળ કરો
Advertisement
Google એ બનાવ્યું ખાસ Doodle, ફરી એક વખત બતાવ્યા કોરોનાથી બચવાના ઉપાય
કોરોના વાયરસની મહામારી વચ્ચે ગૂગલે કોરોના વાયરસ સામેના પડકારમાં મુખ્ય ભૂમિકા નિભાવતા લોકો માટે એક ખાસ સીરીઝ બનાવી છે. જેના માધ્યમથી ગૂગલ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે સરકાર લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહી છે. સાથે જ કોવિડ 19થી બચવા માટે જરૂરી ટિપ્સ પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે ગૂગલે કોરોના વાયરસ સામેના પડકારમાં મુખ્ય ભૂમિકા નિભાવતા લોકો માટે એક ખાસ સીરીઝ બનાવી છે. જેના માધ્યમથી ગૂગલ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે.
ગૂગલે આજે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે જેમાં તેણે ફરી એક વખત લોકોને કોરોના વાયરસથી બચવા માટે જરૂરી ઉપાય બતાવ્યા હતા. ગૂગલે પોતાના લેટર્સને અલગ-અલગ કેરેક્ટર આપી ખાસ સંદેશ આપ્યો છે.
ગૂગલના આ ડૂડલ પર ક્લિક કરવા પર આ ટિપ્સ હિંદીમાં પણ જોવા મળે છે. જેમાં લખ્યું છે, ઘર પર રહો, સુરક્ષિત અંતર બનાવીને રાખો, હાથ વારંવાર ધુવો, મોઢાને ઢાંકીને ખાંસી ખાવો, બીમાર છો? તાત્કાલિક હેલ્પલાઈન પર ફોન કરો. આ પહેલા પણ ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વાયરસથી બચવા માટે જરૂર ટિપ્સ બતાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion