શોધખોળ કરો

ડિઝિટલ પેમેન્ટ ફ્રોડ પર લાગશે લગામ, SBI અને બેન્ક ઓફ બરોડા લાવી રહ્યા છે AI જુગાડ

AI in banking security: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે 2024માં 36,014 કરોડ રૂપિયાના ડિજિટલ છેતરપિંડીના કેસ નોંધાયા હતા.

AI in banking security:  ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ યુઝર્સમાંના એક છે. મોટા સ્ટોર્સથી લઈને ફળો અને શાકભાજીની નાની દુકાનો સુધી ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આજે ભારતમાં મોટી વસ્તી ડિજિટલ પેમેન્ટ વિકલ્પોનો ઉપયોગ કરે છે. ડિજિટલ પેમેન્ટ યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ વધ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે 2024માં 36,014 કરોડ રૂપિયાના ડિજિટલ છેતરપિંડીના કેસ નોંધાયા હતા. આ છેતરપિંડીને રોકવા માટે દેશની બે સૌથી મોટી બેન્કો નવી AI-આધારિત સિસ્ટમ પર કામ કરી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે આ સમસ્યાનો ઉકેલ વિકસાવી રહ્યા છે, જે રિયલ ટાઈમમાં શંકાસ્પદ ટ્રાન્જેક્શનોને શોધી શકશે.

બંને બેન્કોની તૈયારીઓ શું છે?

એસબીઆઈ અને બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે એક સિસ્ટમ વિકસાવી રહ્યા છે જે રિયલ ટાઈમમાં આવી છેતરપિંડીને શોધવા અને અટકાવવા માટે AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. બંને બેન્કો શરૂઆતમાં આ સિસ્ટમ વિકસાવવા માટે 10-10 કરોડનું રોકાણ કરશે. દેશની અન્ય જાહેર ક્ષેત્રની બેન્કો પણ આ પહેલમાં ભાગ લેશે.

બેન્કો હાલમાં કઈ સિસ્ટમ પર કામ કરી રહી છે?

બેન્કો હાલમાં RBI ની MuleHunter AI ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. બેન્ક આવા ખાતાની જાણકારી મેળવીને તેના પર કાર્યવાહી કરશે જેનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાના ટ્રાન્જેક્શન માટે કરવામાં આવ્યો છે. આવા ખાતાઓને Mule એકાઉન્ટ્સ કહેવામાં આવે છે.

ભારતીય રિઝર્વ બેન્કના ઇનોવેશન હબે MuleHunter AI વિકસાવ્યું હતું. થોડા દિવસો પહેલા RBI એ જાહેરાત કરી હતી કે તે એક ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર કામ કરી રહી છે જે વાસ્તવિક સમયમાં ઓનલાઇન છેતરપિંડી શોધી કાઢશે.                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!

ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

Embed widget