Jio નો જબરદસ્ત પ્લાન, દરરોજ 2GB ડેટાની સાથે આખુ વર્ષ ફ્રી મળશે Amazon Prime Video
Jio Best Plans: જો તમે પણ આવા પ્રીપેડ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો જે એકવાર રિચાર્જ કરાવ્યા પછી આખું વર્ષ ચાલુ રહે છે, તો આજે અમે તમને તે પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ
Jio Best Plans: જો તમે પણ આવા પ્રીપેડ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો જે એકવાર રિચાર્જ કરાવ્યા પછી આખું વર્ષ ચાલુ રહે છે, તો આજે અમે તમને તે પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ, તેની સાથે પ્રાઇમ વીડિયો પણ આખા વર્ષ માટે ફ્રી છે.
જિઓનો એન્યૂઅલ પ્લાન
Jio પોતાના યૂઝર્સની જરૂરિયાતો અને પ્રાઇસ રેન્જને ધ્યાનમાં રાખીને ઘણા પ્લાન ઓફર કરે છે, Jio 20 દિવસ, 1 મહિનો, 3 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની વેલિડિટી સાથેના પ્લાન ઓફર કરે છે, જો કે, જેઓ આખા વર્ષ માટે રિચાર્જની શોધમાં હોય તેમના માટે કંપની તે જ ઓફર કરે છે. Jioના ઓફિશિયલ પેજ પરથી ખબર પડી છે કે કંપની યૂઝર્સને 3227 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે.
Jioના 3227 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 365 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને એક વર્ષની છુટ્ટી, આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા એટલે કે આખા વર્ષમાં 730 GB ડેટા અને અનલિમિટેડ વૉઇસ-કૉલિંગ પણ મળે છે.
આ પ્લાનની ખાસ વાત એ છે કે આમાં યૂઝરને 1 વર્ષ માટે Amazon Prime Videoનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે, સાથે જ JioCloud અને Jio TVનો એક્સેસ પણ આપવામાં આવશે.
અન્ય પ્લાનના ઓપ્શન
આ ઉપરાંત Jio તરફથી આવા બે વધુ પ્લાન ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 1 વર્ષ અથવા 365 દિવસની છે, અને આ પ્લાન્સની કિંમત 2999 રૂપિયા અને 3333 રૂપિયા છે. 2999 રૂપિયાના પ્લાનમાં યૂઝરને કુલ 912.5GB ડેટા એટલે કે દરરોજ 2.5GB ડેટા મળશે અને Jio TV અને Jio Cinemaનો એક્સેસ પણ મળશે, 3333 રૂપિયાના પ્લાનમાં પણ યૂઝરને દરરોજ 2.5GB ડેટા મળશે, પરંતુ આ પ્લાન રમતપ્રેમીઓ માટે ખાસ છે કારણ કે ફેનકોડ સબસ્ક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ છે, જેના કારણે તમે ક્રિકેટ અથવા F1 રેસ જેવી રમતો જોવાનો આનંદ માણી શકશો.